જૂનાગઢ, : જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા ગઇ કાલે મહારાણા પ્રતાપ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય કક્ષાનો વેબીનાર યોજાયો હતો.જેમાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેનાર ભારતીય ચરિત્ર્ય નિર્માણ સંસ્થાન દિલ્હીના અધ્યક્ષે ધર્મ,કર્મ અને અધર્મની સાચી સમજણ ભગવત ગીતામાં જ છે તેમ જણાવ્યું હતું.
૧૩ જૂનના મહરાણા પ્રતાપની ૪૮૧મી જન્મ જયંતિ નિમિત્તે જૂનાગઢ નરસિંહ મહેતા યુનિ.ના સમાજશાસ્ત્ર ભવન દ્વારા ‘ભગવત ગીતા, મહારાણા પ્રતાપ ઔર ભારત’ વિષય પર રાષ્ટ્રીય રક્ષાનો વેબીનાર યોજાયો હતો.જેમાં ભારતીય ચરિત્ર્ય નિર્માણ સંસ્થાન દિલ્હીના અધ્યક્ષ રામકૃષ્ણ ગોસ્વામીએ જણાવ્યું હતું. માનવ અધિકારોની રક્ષા માટે રાષ્ટ્રીય સુરક્ષા અને ગીતા સાર અનિવાર્ય છે.ધર્મ,કર્મ અને અધર્મની સાચી સમજણ ભગવત ગીતામાં જ છે.ગીતા સાર પ્રમાણે જ મહારાણા પ્રતાપે માનવ કલ્યાણ ધર્મની રક્ષા કરી હતી.મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક સમપર્ણનું પ્રતિક ગણાય છે.
જયારે ગુજરાત માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ન્યાયમૂર્તિ રવિ આર. ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, ભારતમાં જન્મ લેવો એ સૌથી મોટા ગર્વની વાત છે.મહારાણા પ્રતાપ વિશ્વના તમામ લોકો માટે વંદનીય અને રોલ મોડેલ છે.આ ઉપરાંત અન્ય મહાનુભાવોએ જ્ઞાાન,ભક્તિ અને કર્મનું મહત્વ એટલે જ ગીતા એમ જણાવ્યું હતું.


