By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ધારીના ભાજપના ઉમેદવાર જે વી કાકડીયાની સુરતના પુણા વિસ્તારની સભામાં ફેંકાયા ઈંડા,ભાજપ અદ્યક્ષ CR પાટીલ પણ ઉપસ્થિત હતા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > ધારીના ભાજપના ઉમેદવાર જે વી કાકડીયાની સુરતના પુણા વિસ્તારની સભામાં ફેંકાયા ઈંડા,ભાજપ અદ્યક્ષ CR પાટીલ પણ ઉપસ્થિત હતા
GeneralPoliticsSurat

ધારીના ભાજપના ઉમેદવાર જે વી કાકડીયાની સુરતના પુણા વિસ્તારની સભામાં ફેંકાયા ઈંડા,ભાજપ અદ્યક્ષ CR પાટીલ પણ ઉપસ્થિત હતા

HM News
Last updated: 19/10/2020 6:21 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત : રાજ્યમાં પેટા ચૂંટણીની જાહેરાત બાદ બધા પક્ષો જીત મેળવવા માટે પ્રચાર શરૂ કરી દીધા છે.શહેરના પુણા વિસ્તારમાં આજે ભાજપના ધારી વિધાનસભાની બેઠકના ઉમેદવાર જે વી કાકડીયાની સભામાં વિરોધ થયો હતો. કાકડીયા મંચ પરથી બોલી રહ્યા હતા.ત્યારે જ સભામાં બે ઈંડા ફેંકવામાં આવ્યા હતા. આ વિરોધને જાણી ગયેલા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ સહિતના અગ્રણીઓ સભામાંથી નીકળી ગયા હતા.

જે વી કાકડીયાએ કહ્યું હતું કે આ કોંગ્રેસની ચાલ છે પરંતુ મારો વિરોધ નથી મને સારૂ સમર્થન મળી રહ્યું છે.હાલમાં સમગ્ર રાજયમાં વિધાનસભા પેટા ચૂંટણીને લઇને માહોલ ગરમાયેલો છે.ત્યારે ભાજપ દ્વારા મોટા ભાગની બેઠકો પર કોગ્રેસમાંથી આવેલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હોવાથી.કોગ્રેસે પણ પ્રચારમાં જોર પકડ્યું છે.ત્યારે ધારી વિધાનસભા મત વિસ્તારનો મોટો વર્ગ સુરતમાં પણ રહે છે.જેથી ધારી ભાજપના ઉમેદવાર જે વી કાકડીયાની એક સભા આજે પુણા યોગી ચોક વિસ્તારમાં રાખવામાં આવી હતી.જેમાં પ્રદેશ ભાજપ અદ્યક્ષ સી આર પાટીલ,મંત્રી હકુભા જાડેજા,મંત્રી કુમાર કાનાણી,મેયર ડો જગ્દિશ પટેલ સહિત અનેક ધારાસભ્યો તેમજ સાંસદ દર્શના જરદોશ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ સમયે જે વી કાકડીયા પોતાનું વકતવ્ય શરૂ કર્યું ત્યારેજ એક પછી એક મંચ નજીક બે ઇડાં ફેકી તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો.
ઈંડા ફેકનાર તાત્કાલીક ત્યાથી પલાયન થઇ ગયા હતા.પરંતુ ભાજપના ઉપરી નેતાઓ વિરોધ ભાણી લેતા તેઓ ત્યાથી પલાયન થઇ ગયા હતા.અને જે વી કાકડીયાએ પણ પોતાનું નિવેદન પુર્ણ કરી ત્યાથી નીકળી ગયા હતા.

સુરતમાં લાખો સૌષ્ટ્રવાસીઓ વસવાટ કરી રહ્યા હોવાથી ગઢડા અને ધારીના ભાજપના ઉમેદવારોએ અહીં શ્રેણીબધ્ધ બેઠકો યોજી હતી. પૂણા યોગી ચોક ખાતે અમરેલી ધારી વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયાની હાજરીમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતુ. આ સંમેલનમાં ધારી બેઠકના ઉમેદવાર જે.વી.કાકડીયા સંબોધન કરવા ઉભા થયા ત્યારે મંચની પાછળથી કોઇએ ઇંડુ ફેકયું હતું.પક્ષપલટુને હરાવો એવી બુમ પાડી યુવાનો ભાગી ગયા હતા.

ભાજપના કાર્યકરો ઇંડુ ફેકનારને પકડવા દોડયા પરંતુ તે હાથ લાગ્યા નહોતા.આ ઘટના અંગે ધારીના ઉમેદવાર જે.વી.કાકડીયાએ જણાવ્યું હતું કે,ગામડાઓમાંથી મને મોટુ સમર્થન મળી રહ્યું છે.મારા મતદારોએ મને આજે વિજય વિશ્વાસ સંમેલન માટે બોલાવ્યો હતો.સંમેલનના અંતમાં ઇંડુ ફેંકવાનું કૃત્ય લોકો સાખી લેશે નહી.

ઈકો સેન્સિટિવ ઝોનને લઈને રાજકારણ ગરમાયું : આદિવાસી પટ્ટામાં ભાજપને મોટો ફટકો, ઝઘડિયાના 200 થી વધુ કાર્યકર્તા BTPમાં જોડાયા
PM મોદીએ સામાન્ય નાગરિકની જેમ મતદાન કર્યું, PMની એક ઝલક મેળવવા લોકોની ભારે ભીડ
સુરતમાં બાઈક ઉપર સ્ટેન્ડ કરતી બારડોલીની સ્ટંટબાજ યુવતીની પોલીસે કરી ધરપકડ
મુસ્લિમ નેતા આખરે ક્યાં સુધી તે કોંગ્રેસ પરિવારની ગુલામી કરતા રહેશે
દક્ષિણ ગુજરાતનો લિસ્ટેડ બુટલેગર રમેશ માઈકલ ઝડપાયો, વાપી પોલીસે દબોચ્યો
Share This Article
Facebook Email Print
Previous Article ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં ગવર્નરે કરેલા શબ્દ પ્રયોગની અમિત શાહે ટીકા કરી
Next Article સુરત મનપામાં કૌભાંડોની વણઝાર, હવે પતરા-મંડપમાં ગેરરીતિ આચરાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up