અમદાવાદ : ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.આજે સવારે 8 વાગ્યે gseb.org વેબ સાઇટ પર પરિણામ જાહેર કરાયું હતું.આ વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું છે.આ વખતે ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 95.41 ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ આવ્યું છે.ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 25 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.વિદ્યાર્થી કરતા વિદ્યાર્થિનીઓ 12માં ધોરણ સામાન્ય પ્રવાહમાં બાજી મારી છે.આ વર્ષે નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 86.91 ટકા જાહેર થયું છે.જેમાં સુબીર,છાપી,અલારસ કેન્દ્રનું પરિણામ 100 ટકા આવ્યું છે.જ્યારે ડભોઈ કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું 56.43 ટકા આવ્યું છે.આ વર્ષે સૌથી વધારે પરિણામ ધરાવતા જિલ્લો ડાંગ રહ્યો છે.ડાંગ જિલ્લાનું પરિણામ 95.41% રહ્યું છે.સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો વડોદરા રહ્યો છે.વડોદરાનું પરિણામ 76.49% રહ્યું છે.આ વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1064 છે.અમદાવાદ શહેરનું 79.87 અને ગ્રામ્યમાંનું 81.92% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.રાજકોટ જિલ્લાનું 88.72 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.સુરત જિલ્લાનું 87.52 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.વડોદરાનું રાજ્યમાં સૌથી ઓછુ 76.49 ટકા રિઝલ્ટ આવ્યું છે.