અમદાવાદ, : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષાના અને ગુજકેટના પરિણામની તારીખ જાહેર કરી દેવાઈ છે.જે મુજબ આવતીકાલે ૧૨મીમેના રોજ સવારે ૧૦ વાગે બોર્ડની વેબસાઈટ પરથી ઓનલાઈન પરિણામ જાહેર કરાશે.
ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.૧૨ સાયન્સની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા ગત ૨૮મી માર્ચથી ૧૨ એપ્રિલ દરમિયાન લેવાઈ હતી ત્યારે બોર્ડ પરીક્ષા પુરી થયાના એક જ મહિનામાં બોર્ડનું ૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરી દેવામા આવનાર છે.આ વર્ષે ધો.૧૨ સાયન્સમાં વિદ્યાર્થીની સંખ્યા ઘણી ઘટી છે.૧૨ સાયન્સમાં રેગ્યુલર ૯૫૯૮૨ અને રીપિટર ૧૧૯૮૪ સહિત ૧૦૭૯૬૬ વિદ્યાર્થીઓ છે .
જ્યારે ગુજકેટમાં પણ આ વર્ષે વિદ્યાર્થીઓ ઘટતા ૧,૦૭,૬૯૪ વિદ્યાર્થી નોંધાયા હતા.જેમાંથી ૧૦૨૯૧૩ વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી.આવતીકાલે બોર્ડ દ્વારા ગુજકેટ અને ૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષાનું એમ બંને પરિણામ ઓનલાઈન સવારે ૧૦ વાગે જાહેર કરી દેવાશે.વિદ્યાર્થીઓને માર્કશીટ હાલ નહી મળે.દસ દિવસ બાદ વિદ્યાર્થીઓને બોર્ડની માર્કશીટોનું વિતરણ કરાશે.


