હૈદરાબાદ, તા. 19. માર્ચ. 2022 શનિવાર : ધ કાશ્મીર ફાઈલ્સ દેશના કરોડો લોકોને સ્પર્શી ગઈ છે.કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારને રજૂ કરતી ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ ટંકશાળ પાડી રહી છે ત્યારે તેલંગાણાના એક થિયેટરમાં આ ફિલ્મના શોમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હતા.આ ચોંકાવનારી ઘટનાના પગલે થિયેટરમાં હંગામો થયો હતો.જેના કારણે થિયેટરમાં તનાવ ઉભો થયો હતો અને મારામારી પણ થઈ હતી.
તેનો એક વિડિયો પણ સામે આવ્યો છે.આ ઘટના 18 માર્ચે તેલંગાણાના આદિલાબાદ જિલ્લામાં બની હતી.એવુ કહેવાય છે કે,બે વ્યક્તિઓએ થિયેટરમાં માહોલ ખરાબ કરવા માટે ભારત વિરોધી અને પાક તરફી નારા લાગ્યા હતા અને એ પછી ભડકેલા લોકોએ તેમની ધોલાઈ કરી નાંખી હતી.
આ બાબતની પોલીસને જાણ કરાઈ હતી.જોકે પોલીસ આવે તે પહેલા આ બંને વ્યક્તિઓ ભાગી છુટયા હતા.હવે સીસીટીવી થકી તેમની ઓળખની કોશીશ થઈ રહી છે.પોલીસનુ કહેવુ છે કે,અત્યાર સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.એવુ લાગે કે,કેટલાક લોકો માહોલ ખરાબ કરવા માટે અને તણાવ વધારવા માટે કોશિશ કરી રહ્યા છે.