By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નકલી ક્રિપ્ટો એક્સચેન્જથી ભારતીય રોકાણકારોને રૂ. ૧,૦૦૦ કરોડનો ચૂનો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > નકલી ક્રિપ્ટો એક્સચેન્જથી ભારતીય રોકાણકારોને રૂ. ૧,૦૦૦ કરોડનો ચૂનો
GeneralNational

નકલી ક્રિપ્ટો એક્સચેન્જથી ભારતીય રોકાણકારોને રૂ. ૧,૦૦૦ કરોડનો ચૂનો

HM News
Last updated: 22/06/2022 7:34 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી : વૈશ્વિક પરિબળોના પગલે ક્રિપ્ટોકરન્સીમાં હાલ ભારે મંદી ચાલી રહી છે અને રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબી ગયા છે ત્યારે નકલી ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ પણ સામે આવ્યું છે,જ્યાં રોકાણકારો સાથે છેતરપિંડી આચરવામાં આવી અને આ એક્સચેન્જમાં ભારતીયોએ અંદાજે રૂ.૧,૦૦૦ કરોડ ગુમાવ્યા છે.

સાઈબર સિક્યોરિટી કંપની ક્લાઉડએસઈકેએ કહ્યું કે,નકલી ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જના અનેક ડોમેન્સ અને એન્ડ્રોઈડ આધારિત ફેક ક્રિપ્ટો એપની ઓળખ કરવામાં આવી છે,જ્યાં આ પ્રકારના નકલી કેમ્પેનમાં મોટાપાયા પર છેતરપિંડી કરાય છે.ક્રિપ્ટો એક્સચેન્જના નામે એક નવી નકલી વેબસાઈટ કોઈનએગ(CoinEggg)બનાવાઈ છે,જે યુકે આધારિત ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ છે.રોકાણકારોને આ પ્લેટફોર્મ પર રોકાણ કરવા માટે અનેક પ્રકારની લાલચ અપાય છે.

નકલી ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જનો ભોગ બનેલી એક વ્યક્તિએ ક્લાઉડએસઈકેનો સંપર્ક કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેને નકલી ક્રિપ્ટો કરન્સીમાં ૫૦ લાખ રૂપિયાનું નુકસાન થયું છે.ક્લાઉડસેકના સંસ્થાપક અને સીઈઓ રાહુલ સસીએ કહ્યું કે ક્રિપ્ટો કૌભાંડની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.આ બાબતોમાં નકલી ડોમેન મારફત એકદમ અસલી જેવી વેબસાઈટ બનાવાય છે.ત્યાર પછી ક્રિપ્ટો ટ્રેડિંગ માટે આમંત્રણ અપાય છે.

આ પ્રકારની બાબતોમાં હુમલાખોર પીડિતનો સંપર્ક કરે છે.ત્યાર પછી મિત્રતાનો સંદેશ મોકલવામાં આવે છે અને પછી ક્રિપ્ટો માર્કેટમાં રોકાણ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.ક્રિપ્ટો માર્કેટમાં રોકાણ માટે લાલચ તરીકે ૧૦૦ ડોલરનું ઈનામ પણ અપાય છે.આ રીતે નકલી ક્રિપ્ટો બજારમાં રોકાણની સલાહ અપાય છે.પ્રારંભિક ફાયદા પછી સારા રિટર્નનું વચન આપીને રોકાણકાર પાસે મોટું રોકાણ કરવાની સલાહ અપાય છે.ત્યાર પછી તેની સાથે છેતરપિંડી આચરવામાં આવે છે.

મધ્યપ્રદેશ Political Crisis : સ્પીકરે વધુ 16 MLAના રાજીનામા સ્વીકાર્યા
ટ્વીટરનો 44 અબજ ડોલરનો સોદો હાલ અટક્યો : ઈલોન મસ્કની ટ્વીટ
કોંગ્રેસ NGO બની ગઈ છે, વિકાસ કરવા ભાજપમાં જોડાઈ રહ્યો છું : અશ્વિન કોટવાલ
અફઘાનિસ્તાનમાં ફસાયો રાશિદ ખાનનો પરિવાર, કેવિન પીટરસને જણાવી આ વાત
મુંબઇ તથા અન્ય શહેરોમાં ફરી લોકડાઉન અંગેનો નિર્ણય 2 દિવસમાં લેવાશે
Share This Article
Facebook Email Print
Previous Article શ્રીલંકાને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર ક્રિકેટર પેટ્રોલ પંપ પર ચા અને બન વહેંચતો નજરે ચડ્યો; તસવીરો થઇ વાયરલ
Next Article બાયોકોન દ્વારા લાંચ આપવાના કેસમાં જોઇન્ટ ડ્રગ કન્ટ્રોલર સહિત પાંચની ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up