અમદાવાદ : ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ અને સેન્ટ્રલ જીએસટી કમિશને નકલી જીએસટી બીલો મામલે ચલાવેલ અભિયાન હેઠળ ત્રણ અઠવાડિયામાં 104 લોકોની ધરપકડ કરી છે.આ નકલી બીલોનો ઉપયોગ ગેરકાયદેસર રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવા માટે કરવામાં આવતો હતો.ગઈકાલે કમિશને છેતરપિંડી કરી રહેલા આઠ લોકોની ધરપકડ કરી હતી.આ ઉપરાંત 65 કેસ નોંધવામાં આવ્યા છે તેમજ 114 નકલી એકમોની ઓળખ કરાઈ છે.
આ દેશવ્યાપી અભિયાન હેઠળ જીએસટી અધિકારીઓએ 3479 નકલી જીએસટીઆઈએન એકમો વિરુદ્ધ હજુ સુધી 1161 કેસ દાખલ કર્યા છે. DGGIના સૂત્રોના જણાવ્યા અનુસાર અભિયાન હેઠળ 38 વધુ શહેરોમાં શોધ અને તપાસ કરવામાં આવી હતી.આ શહેરોમાં મેરઠ,ભોપાલ,જયપુર,બેગ્લોર,દિલ્હી,હૈદરાબાદ,અમદાવાદ,લખનૌ ,વિશાખાપટ્ટનમ,કોઇમ્બતુર વગેરે સામેલ છે. સૂત્રો અનુસાર આ કેસોમાં આગળની તપાસ ચાલુ છે.