– મહિલાના ફેસબુક આઈડી પરથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી યુવાને પોલીસની મદદ લેતા ટોળકીના ફોન આવતા બંધ થઈ ગયા
જૂનાગઢ : જૂનાગઢનાં એક યુવાનને મહિલાના ફેસબુક આઈડી પરથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મીઠી મીઠી વાત કરી વિડીયો કોલ કરી નગ્ન કરી આ વિડીયો રેકોર્ડ કરી બ્લેકમેઇલ કરી પૈસા પડાવવા પ્રયાસ કર્યો હતો.યુવાને પોલીસની મદદ લેતા ટોળકીના ફોન આવતા બંધ થઈ ગયા હતા.
શહેરના પોશ વિસ્તારમાં રહેતા એક યુવાનને થોડા સમય પહેલા એક મહિલાના આઈડી પરથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી.અને બાદમાં મીઠી મીઠી વાત કરી બાદમાં વોટ્સએપ નંબર મેળવી લઈ વિડીયો કોલ કરી કપડાં ઉતરાવી લઈ તેનો વીડિયો બનાવી લીધો હતો.બાદમાં આ ટોળકીએ નગ્ન વીડિયો વાઇરલ કરવા ધમકી આપી પૈસા પડાવવા માટે ફોન કરી યુવાનને બ્લેક મેઈલ કરતી હતી.યુવાન મૂંઝાયો હતો.અને આબરૂ જવાના ડરથી આપઘાત કરવા પણ વિચાર કર્યો હતો.આ દરમ્યાન તેણે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને ફોન કરી સમગ્ર બાબત કહી હતી.બાદમાં ફોન આવે તો ક્રાઇમ બ્રાન્ચ ખાતે રેકોડગ અને અન્ય બાબત આપી છે.હવે તે તપાસ કરશે તેમ કહેવા જણાવ્યું હતું.સાંજે ફોન આવતા યુવાને પોલોસે કહ્યા મુજબ કહેતા આ બ્લેકમેઇલ કરતી ટોળકીના ફોન બંધ થઈ ગયા હતા.
ડીવાયએસપીએ જણાવ્યું હતું કે આવી અનેક ટોળકી સક્રિય છે.જેનો યુવાનથી માંડી વયોવૃદ્ધ લોકો પણ ભોગ બન્યા છે.અનેક લોકોને આ ટોળકીના ભયમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.કોઈ ફેસબુક પર આવી ફ્રેન્ડ રિકવેસ્ટ આવે તો પણ તેનાથી દૂર રહે જેથી આવી ઘટનાનો ભોગ બનવાથી બચી શકે.


