પેરિસ : સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલે નોર્વેના રૃડને સીધા સેટોમાં ૬-૩ ,૬-૩, ૬-૦થી હરાવીને કારકિર્દીમાં ૧૪મી વખત ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીતી લીધું હતુ.નડાલે પેરિસમાં રેડ ક્લે કોર્ટ પર રમાયેલી ફાઈનલમાં નડાલે બે કલાક અને ૧૮ મિનિટમા જ જીત હાંસલ કરી હતી.નડાલે આ સાથે વર્લ્ડ રેકોર્ડ ૨૨મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતીને ફેડરર-યોકોવિચ પર બે ટાઈટલની સરસાઈ મેળવી હતી.સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવામાં નડાલ પછી બીજા ક્રમે રહેલા ફેડરર-યોકોવિચ ૨૦-૨૦ ટાઈટલ જીત્યા છે.૩૬ વર્ષના નડાલે સૌથી મોટી ઉંમરે ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીતવાની સિદ્ધિ મેળવી હતી.તેણે કારકિર્દીની ૩૦મી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ રમતાં ૨૨મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ અને ઓવરઓલ ૯૨મું ટાઈટલ મેળવ્યું હતુ. જ્યારે ૨૪ વર્ષનો નોર્વેનો કાસ્પર રૃડ કારકિર્દીની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફાઈનલને યાદગાર બનાવી શક્યો નહતો.તે ફ્રેન્ચ ઓપનની ફાઈનલ રમનારો નોર્વેનો સૌપ્રથમ મેન્સ સિંગલ્સ પ્લેયર બન્યો હતો


