નડીયાદ-ખેડા બાયપાસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, અમદાવાદના 4 યુવાનોના મોત

HM News
1 Min Read

ખેડા, તા. 14 માર્ચ 2022, સોમવાર : નડીયાદ-ખેડા બાયપાસ હાઈવે ખાતે એક ખૂબ જ ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે.આ અકસ્માતમાં 4 યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.જાણવા મળ્યા મુજબ ચારેય મૃત યુવાન અમદાવાદના રહેવાસી હતા.

અકસ્માત અંગે જાણ થયા બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.જાણવા મળ્યા મુજબ પૂરઝડપે આવતું એક બાઈક અચાનક જ ખેડા બાયપાસ હાઈવે પર સોખડા પાટીયા વેસ્ટર્ન હોટેલના પાર્કિંગમાં ઉભેલા કન્ટેનરમાં ઘૂસી ગયું હતું અને તેના પર સવાર ચારેય યુવકો મોતને ભેટ્યા હતા.

ચારેય મૃતક યુવાનો અમદાવાદના અમરાઈવાડી અને સીટીએમ વિસ્તારના રહેવાસી હતા અને તેમની ઓળખ જીતેશ નોગિયા (23 વર્ષ),હરીશ રાણા (19 વર્ષ),નરેશ વણઝારા (22 વર્ષ),અને સુંદરમ યાદવ (16 વર્ષ) તરીકે સામે આવી છે.યુવકોના મૃત્યુને લઈ તેમના પરિવારમાં ભારે શોક વ્યાપ્યો છે.

પ્રાથમિક અનુમાન પ્રમાણે ઓવરસ્પીડના કારણે આ અકસ્માત થયો હતો.જોકે તેમ છતાં પોલીસ દ્વારા અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે અને ચારેય મૃતદેહને માતર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા.

રતનપુર નજીકના નેશનલ હાઈવે નંબર-48 પર અમદાવાદ જતા વેસ્ટર્ન હોટેલ પાસે પાર્કિંગમાં ઉભેલા કન્ટેનર પાછળ મોટરસાયકલ ઘૂસી જવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં મોટરસાયકલને પણ ખૂબ જ નુકસાન પહોંચ્યું છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *