ભારત અને ફ્રાન્સે પરસ્પર ભાગીદારીને મજબૂત કરવા પર ભાર આપતા અફઘાન સંકટ,ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહકાર સહિતના મુદ્દાઓ પર વાતચીત કરી છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે ફોન પર થયેલી વાતચીતમાં અફઘાનિસ્તાનની સ્થિતિ પર ‘ઉંડી ચિંતા’ વ્યક્ત કરી હતી અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા પર પણ ભાર મૂક્યો હતો.દરમિયાન, ફ્રાન્સના રાષ્ટ્રપતિનું એક ટ્વીટ ચર્ચામાં આવી રહ્યું છે,જેમાં તેમણે પીએમ મોદી માટે હિન્દીમાં કેટલીક પંક્તિઓ લખી છે.
મેક્રોનનું ખાસ ટ્વીટ
મેક્રોને પોતાના ટ્વિટમાં લખ્યું, ‘નમસ્તે, પ્રિય સાથી, પ્રિય મિત્ર. અમારી વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વની પુષ્ટિ કરવા બદલ આભાર.ભારત અને ફ્રાંસ હિન્દ-પ્રશાંત ક્ષેત્રને સહકાર અને સહિયારા મૂલ્યોનો ક્ષેત્ર બનાવવા માટે દ્રઢતાથી પ્રતિબદ્ધ છે.અમે આ દિશામાં ભાગીદારી ચાલુ રાખીશું.તેમનુ ટ્વિટ પીએમ મોદીની તે ટ્વીટના જવાબમાં આવ્યું હતું,જેમાં તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથેની તેમની વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો.પીએમ મોદીએ પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે, ‘મારા મિત્ર રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર વાત કરી. અમે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારત અને ફ્રાન્સ વચ્ચેની ગાઢ ભાગીદારી અંગે પણ ચર્ચા કરી.અમે UNSC સહિત ફ્રાન્સ સાથેની અમારી વ્યૂહાત્મક ભાગીદારીને ખૂબ મહત્વ આપીએ છીએ.
આ મુદ્દાઓ વાતચીતમાં ઉઠાવવામાં આવ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને મંગળવારે ફોન પર વાતચીત કરી હતી,જેમાં બંને નેતાઓએ અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ,આતંકવાદના સંભવિત પ્રસાર,ડ્રગ્સની તસ્કરી,ગેરકાયદેસર હથિયારોના વેપાર અને માનવી તસ્કરી પણ ચિંતા વ્યક્ત કરી હતી.બાદમાં જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સત્તામાં રહેલા જૂથે આંતરરાષ્ટ્રીય આતંકવાદ સાથેના તેના સંબંધો સમાપ્ત કરવા જોઈએ, માનવ અધિકાર સંગઠનોને સમગ્ર દેશમાં કામ કરવાની અનુમતિ આપી દેવી જોઈએ અને અફઘાન લોકોના મૂળભૂત અધિકારોનું સન્માન કરવું જોઈએ.