રાજપીપળા : નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમ નજીક આવેલ કેવડિયા ગામ માં આજે ગ્રામજનો અને પોલીસ વચ્ચે ફેન્સિગ બનાવવા મામલે ઘર્ષણ થતા વાતાવરણ તંગ થયું હતું.કોરોનાના સંક્રમણને અટકાવવા માટે દેશવ્યાપી લોકડાઉન સહિત પ્રતિબંધક હુકમોમાં ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાની અપીલના તો ધજાગરા ઉડ્યા હતા.ગ્રામજનો અને સ્થાનીક રહીશો વચ્ચેના રકઝક બાદ પોલીસે મહિલાઓ સહિત કેટલાક લોકોની અટકાયત પણ કરી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ પ્રવાસન વિકાસ માટે સરકારે આદિવસીઓ ની સંપાદન કરેલી જમીન પર નર્મદા નિગમ તરફ થી સર્વે અને ફેન્સિંગ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.લોકડાઉન દરમિયાન પણ ચાલતી આ કામગીરીના વરોધ સાથે સ્થાનીકોના એક જૂથ દ્વારા સંઘર્ષ ના મંડાણ થયા હતા.નર્મદા ડેમ વિસ્તાર ના અસરગ્રસ્તો ના ૧૪ ગામ ના લોકો નો સરકાર સામે વિરોધ લાંબા સમય થી ચાલતો આવે છે.આ સ્થિતી વચ્ચે સંપાદિત કરેલી જમીન અને બિનસંપાદિત જમીન ઉપર પણ ફેન્સિંગ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.લોખંડી પોલીસ પહેરા સાથે શરૂ થયેલી આ કામગીરીનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
લોકડાઉંન માં ફેન્સિંગ ની કામગીરી કોની મંજૂરી અને કોના હુકમ થી શરૂ કરવામાં આવી છે તેની પણ આદિવાસીઓ માંગણી કરી રહ્યા છે.નિગમ ના અધિકારીઓ મોટા પોલીસ કાફલા સાથે છાશવારે ગામમાં પહોંચી જતા હોય છે.જેના કારણે છાશવારે ઘર્ષણ થતુ હોવાની ઘટનાઓ બની છે.આવી જ સ્થિતીનું આજે નિર્માણ થયુ હતુ.આખરે પોલીસે મહિલાઓ સહિત કેટલાક લોકોને અટકાયત કરી હતી.