ચંડીગઢ : પંજાબની પટિયાલા સેન્ટ્રલ જેલમાં બંધ પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ ક્લાર્ક તરીકે કામ કરશે.મળતી માહિતી મુજબ,કેદી નંબર 241383 નવજોત સિંહ સિદ્ધુને બેરેક નંબર 7માં રાખવામાં આવ્યા છે.તેને ક્લાર્કની નોકરી આપવામાં આવી છે.સુરક્ષાના કારણોસર સિદ્ધુ પોતાના સેલમાંથી કામ કરશે.ફાઈલો તેમની બેરેકમાં મોકલવામાં આવશે.પ્રથમ ત્રણ મહિના સુધી તેઓને પગાર વિના તાલીમ આપવામાં આવશે અને બાદમાં તેમને દરરોજના 30-90 રૂપિયા ચૂકવવામાં આવશે.આ પૈસા સીધા તેમના ખાતામાં મોકલવામાં આવશે.જેલમાં કેદીઓ દિવસમાં આઠ કલાક કામ કરી શકે છે.જેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે,58 વર્ષીય સિદ્ધુને કોર્ટના લાંબા નિર્ણયોને કેવી રીતે સંક્ષિપ્ત કરવા અને જેલના રેકોર્ડનું સંકલન કેવી રીતે કરવું તે શીખવવામાં આવશે.ઉલ્લેખનીય છે કે,રોડ રેજ કેસમાં સિદ્ધુને એક વર્ષની સજા સંભળાવવામાં આવી છે.જે બાદ તેમને પટિયાલા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા છે.

