By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નવનાથ ધામ-બીલીમોરાના વર્તમાન ગાદીપતિ વિશ્વવંદનીય પ.પૂ. શ્રી છોટેદાદા દ્વારા આહવા ખાતે શ્રી ગોરક્ષ મત્સ્યેન્દ્ર મહાદેવ મંદિરનો શિલાન્યાસ સમારોહ યોજાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > નવનાથ ધામ-બીલીમોરાના વર્તમાન ગાદીપતિ વિશ્વવંદનીય પ.પૂ. શ્રી છોટેદાદા દ્વારા આહવા ખાતે શ્રી ગોરક્ષ મત્સ્યેન્દ્ર મહાદેવ મંદિરનો શિલાન્યાસ સમારોહ યોજાયો
GeneralSouth Gujarat

નવનાથ ધામ-બીલીમોરાના વર્તમાન ગાદીપતિ વિશ્વવંદનીય પ.પૂ. શ્રી છોટેદાદા દ્વારા આહવા ખાતે શ્રી ગોરક્ષ મત્સ્યેન્દ્ર મહાદેવ મંદિરનો શિલાન્યાસ સમારોહ યોજાયો

HM News
Last updated: 11/05/2022 4:46 AM
HM News
3 years ago
Share
SHARE

સાપુતારા : દંડકારણ્યની પાવન ભૂમિ ઉપર આવેલા આહવા ખાતે તાજેતરમા નવનાથ ધામ-બીલીમોરાના વર્તમાન ગાદીપતિ, વિશ્વવંદનીય પ.પૂ. શ્રી છોટેદાદા દ્વારા શ્રી ગોરક્ષ મત્સ્યેન્દ્ર મહાદેવ મંદિરના નિર્માણ માટે ભવ્ય શિલાન્યાસ સમારોહ યોજવામા આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી સાનેદાદા દ્વારા આજથી 50 વર્ષ પૂર્વે, આહવા મુકામે શ્રી ગોરક્ષ મત્સ્યેન્દ્ર મહાદેવ મંદિરના શિવલિંગની સ્થાપના કરવામા આવી હતી.જે મંદિરના નિર્માણ માટે નવનાથ ધામ બીલીમોરાના વર્તમાન ગાદીપતિ, પરમ પૂજ્ય શ્રી છોટેદાદા ના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ આ શિલાન્યાસ સમારોહ યોજવામા આવ્યો હતો. કાર્યક્રમમા મહંતશ્રી ભીડભંજન મહાદેવ મંદિર, જેતપુર રાજકોટના શ્રી કમલ નાથજી બાપુ સહિત શ્રી નરેશભાઇ પટેલ મંત્રી, ગુજરાત સરકાર, અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, વસુધારા ડેરીના ચેરમેન ગમનભાઈ, તથા ડાંગના ગામેગામથી મોટી સંખ્યામા ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે વિશ્વવંદનીય પરમ પૂજ્ય છોટેદાદા એ ડાંગની દંડકારણ્ય ની આ પાવનભૂમિ, કે જ્યાં ભગવાન શ્રીરામ ના પાવન પગલા પડ્યા હતા, તેને કોટી કોટી વંદન કર્યા હતા.તેમણે શબરીના એઠા બોરનો પ્રસંગ યાદ કરી, નાતજાતના ભેદભાવ વગર સૌને સમાન રહેવાનો સંદેશો પાઠવ્યો હતો.આ બંને શિવલિંગનો ઇતિહાસ જણાવતા તેમણે પોતાના ગુરુદેવ બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી સાનેદાદા ને યાદ કર્યા હતા, અને ડાંગના આદિવાસી ભક્તોનો ગુરુદેવે સ્થાપેલ બંને શિવલિંગના સંવર્ધન કરવા માટે આભાર પણ વ્યક્ત કર્યો હતો.પૂજ્ય છોટેદાદા એ જણાવ્યું હતું કે, આદિવાસી એટલે કે જેઓ પ્રકૃતિના ઉત્પત્તિ કાળથી હતા, છે અને રહેશે..આદિવાસીઓએ જ આદિ સંસ્કૃતિનું રક્ષણ કર્યું છે, અને માનવજાતને ગામડાથી શહેરો સુધી પહોંચાડી છે.તેમણે આહવાન કર્યું હતું કે નિર્માણ થનાર મંદિર, ઘંટ અને દાનપેટી વાળું મંદિર નહીં, પરંતુ માનવ ઉત્થાનના અને બહુજન હિતાય, બહુજન સુખાય ના કાર્યો કરનાર, એક પાવરફુલ ન્યુકિલઅસ બનશે. આ મંદિર થકી ડાંગમા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ અવિરત ચાલતી રહેશે.કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મંત્રી નરેશભાઇ પટેલ અને ધારાસભ્ય વિજયભાઈ પટેલે પરમ પૂજ્ય શ્રી છોટેદાદાના ધાર્મિક અને સેવા કાર્યોને બિરદાવી, ભવિષ્યમા થનાર સેવા કાર્યો કરવા માટે પોતાનો સંપૂર્ણ સહકાર રહેશે એમ જણાવ્યુ હતુ.આ પ્રસંગે એક ઉત્તમ પરમાર્થ કાર્ય પણ થયુ હતું.આજુબાજુના વિસ્તારના જરૂરિયાત મંદોને ‘ગોરખ ખીચડી ; અનાજ કીટ’નુ પરમ પૂજ્ય શ્રી છોટેદાદા દ્વારા વિતરણ કરવામા આવ્યુ હતુ.શિલાન્યાસ સમારોહમા મહાપ્રસાદ, ભોજનની પણ વ્યવસ્થા કરવામા આવી હતી.જેનો અંદાજિત ૩૦૦૦ થી વધુ ઉપસ્થિત ભક્તોએ મહાપ્રસાદ લાભ લીધો હતો.

તાલિબાન પર હુમલાનો ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓનો દાવો
ભોપાલના એક જ વિશ્રામઘાટમાં એક દિ’માં અધધધ 118 મૃતદેહોના અંતિમ સંસ્કાર
આજે ચંદની પડવો : સુરતવાસીઓ અંદાજે ૨૦૦ ટન ઘારી આરોગશે
લખીને આપુ છું કે ભાજપ ગોવામાં ચૂંટણી નહીં જીતે, માફિયાઓને ટિકિટ આપી છેઃ સંજય રાઉત
ભાજપ કાર્યાલયમાં હલચલ, કોંગ્રેસના દિગ્ગજ નેતા ભાજપમાં જોડાવાના હોવાની વાત
Share This Article
Facebook Email Print
Previous Article આહવા ખાતે આદિવાસી અસ્તિત્વ બચાવો સંયુક્ત સંઘર્ષ સમિતિ દ્વારા જાહેર સભા અને મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું
Next Article બારડોલી તેમજ સાગબારા વિસ્તારમાંથી બાઇકની ચોરી કરનાર ઝડપાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up