મુંબઈ : હનુમાન ચાલિસા વિવાદમાં ૧૨ દિવસ જેલવાસ ભોગવ્યા બાદ જામીન પર છુટેલા અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા સામેના બોગસ કાસ્ટ સર્ટિફિકેટના કેસમાં સુપ્રીમ કોર્ટે અપીલની સુનાવણી જુલાઈમાં કરવામાં આવશે એમ જણવાયું છે.બોમ્બે હાઈ કોર્ટે રાણાનું જાતી પ્રમાણપત્ર બોગસ હોવાનું જણાવીને તેને રદ કરવાનો આદેશ આપ્યો હતો.આદેશ સામે રાણાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.રાણા અમરાવતીના અનુસૂચિત જાતિના આરક્ષીત મતદારસંઘમાંથી ચૂંટાયેલા છે.રાણાના વકિલ મુકુલ રોહતગીએ આ પ્રકરણ સમય લેશે એમ જણાવતાં કોર્ટે સુનાવણી મોકૂફ રાખી હતી.કોર્ટે આ પ્રકરણ જુલાઈમાં હાથ ધરાશે એમ જણાવ્યુંહતું.
ન્યા. સરણ ૧૦ મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા હોવાથી આ કેસ નવી બેન્ચ સમક્ષ સુનાવણી માટે આવે એવી અપેક્ષા છે.ગયા વર્ષે ૨૨ જૂને સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટના ચુકાદાને સ્ટે આપ્યો હતો.હાઈ કોર્ટે રાણા પર રૃ. બે લાખનો દંડ પણ લાદ્યો હતો.મોચી સમુદાયના સભ્ય હોવાનો દાવો કરીને રાણાએ અપક્ષ તરીકે ૨૦૧૯માં અમરાવતીમાંથી રાષ્ટ્રવાદી કોંગ્રેસના ટેકાથી વિજય પ્રાપ્ત કર્યો હતો.શિવસેનાના નેતા અનાંદરાવ અડસૂળે મુંબઈ જિલ્લા જાતી પ્રમાણપત્ર સમીક્ષા સમિતિ સમક્ષ ફરિયાદ નોંધાવતાં સમિતિએ રાણાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.ત્યાર બાદ તેઓ હાઈ કોર્ટ ગયા હતા.


