– ખોટા દસ્તાવેજ બનાવનારા ત્રણ સામે ગુનો નાેંધાયો
નવસારી : નવસારીનાં અડદા ગામે રહેતી આદિવાસી મહિલાનાં નામે આવેલી જમીનનું ત્રણ લોકોએ ખોટું વિલ બનાવી જમીન પચાવી પાડવા કોર્ટમાં દાવો દાખલ કર્યો, પણ કોર્ટે તેમનો દાવો નકાર્યો હતો. છતાં પણ જમીન પચાવી પડવાના ઈરાદે ત્રણ લોકોએ આદિવાસી મહિલા સાથે બોલાચાલી કરી જાતી વિષયક ગાળો આપતા અંતે આદિવાસી મહિલાએ તેમની વિરુધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી.
નવસારી તાલુકાના અદડા ગામે બુધીયાભાઈ વસનજી હળપતિની પુત્રી બબલીબેન મંગુભાઈ હળપતિ રહે છે.બુધીયાભાઈ હળપતિનું અવસાન થયું હતું અને તેમની જમીન અદડા ગામે જુના બ્લોક નબર 511 અને 512 આવેલી છે. બબલીબેનના લગ્ન કબીલપોર ખાતે થયા હતા અને તેમની જમીન તેમની માતા શાંતાબેનનાં નામે હતી. બબલીબેન તેના સાસરે હોય તેમની ગેરહાજરીમાં તેમના મકાનની બાજુમાં આવેલી જુના બ્લોક નબર 511 અને 512 વાળી જમીન અમારી છે.તેમ કહીને પ્રેમિલા જગું પટેલ (રહે.ચાંગા ધનોરી)એ વસીયતનામું દસ્તાવેજો બતાવ્યા હતા. જેમાં બબલીબેનની માતાની ખોટી સહી કરી હતી.
તેમની માતા શાંતાબેન અભણ હતા અને તેમની બે જગ્યાએ સહી હતી અને સાક્ષી તરીકે અશોક ધીરુ પટેલ (રહે.મોગાર ગામ)અને રમેશ ધીરુ પટેલ (મોગાર)ની સહી હતી.જેથી પ્રેમિલા પટેલ દ્વારા જમીનનાં દસ્તાવેજો ખોટા બનાવ્યા હતા અને જમીન નામે કરવાનો દાવો પણ કર્યો હતો પણ કોર્ટે નકાર્યો હતા.
તેમ છતાં પણ બબલીબેનની જમીન ઉપર આવેલા ઝાડોની ડાળી પણ કાપી ગયા અને અવાર નવાર ગાળો બોલી જણાવતા કે,અમે જમીનનો કબજો લઈને જ રહીશું તેમ કહી અવારનવાર બબલીબેનને જાતિ વિષયક ગાળો આપતા હતા.જેને લઈને બબલીબેન હળપતિએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે તેમની મૃતક માતાનાં નામે ખોટું વિલ કરનાર પ્રેમિલાબેન પટેલ અને સહી કરનારા અશોક ધીરુ પટેલ (રહે.મોગાર ગામ )અને રમેશ ધીરુ પટેલ (મોગાર ) વિરુધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી હતી.વધુ તપાસ ડીવાયએસપી આર.ડી ફળદુ તપાસ કરી રહ્યા છે.