નવસારી સામાજિક વનીકરણ વિભાગ,એનિમલ સેવિંગ સોસાયટી ઉનાઈના સંયુક્ત ઉપક્રમે કરુણા અભિયાન 2021 હેઠળ ઘાયલ પક્ષીઓને સારવાર આપવા માટે શરૂ થયું છે.નવસારીમાં ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર આપવા માટે આ વર્ષે પણ કરુણા અભિયાન 2021 શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોઈ પક્ષી ઘાયલ કે પતંગના દોરામાં ફસાયેલું અથવા લટકેલું જોવા મળે તો નવસારી સામાજિક વનીકરણ વિભાગના હેલ્પ લાઇન 02637 258193 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.ઉપરાંત શૈલેષ પટેલ 98791 59155, વસંત નાયકા 99250 11679, ચિંતન મહેતા 99780 16331 અનવ અન્ય કાર્યકરોનો સંપર્ક કરવા જણાવ્યું છે.