By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નવસારીમાં હિટ એન્ડ રન : ચીખલીથી સુરત જતા ઈકો કારનું વળી ગયું પડીકું, 3ના મોત, 8 ઘાયલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > નવસારીમાં હિટ એન્ડ રન : ચીખલીથી સુરત જતા ઈકો કારનું વળી ગયું પડીકું, 3ના મોત, 8 ઘાયલ
GeneralSouth Gujarat

નવસારીમાં હિટ એન્ડ રન : ચીખલીથી સુરત જતા ઈકો કારનું વળી ગયું પડીકું, 3ના મોત, 8 ઘાયલ

HM News
Last updated: 21/08/2021 6:21 AM
HM News
4 years ago
Share
SHARE

રાજ્યમાં અકસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે,ત્યારે આજે સવારે નવસારીમાં એક હિટ એન્ડ રનનો અકસ્માત સામે આવ્યો છે.જેમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.નવસારીમાં થયેલા હિટ એન્ડ રનમાં ચીખલીથી સુરત જતા કારને અકસ્માત નડ્યો છે.અજાણ્યા વાહને કારને જબરદસ્ત ટક્કર મારતાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે અન્યા 8 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા.

આ ઘટનાની ગંભીરતાને જોતા ઈજાગ્રસ્ત 8 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાની પ્રાથમિક માહિતી પ્રમાણે યાંત્રિક ખામી સર્જાતા ચીખલીથી સુરત વચ્ચે કાર પાર્ક કરાયેલી હતી.જેને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આ કારમાં MPના કામદારો ચીખલીથી સુરત જતા હતા.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે ચીખલીથી સુરત જઈ રહેલી એક ઇકો કારને આજે સવારે ગમખ્વાર અકસ્માત નડ્યો છે.મૂળ મધ્યપ્રદેશના કામદારો ઇકો કારમાં બેસીને ચીખલીથી સુરત જઈ રહ્યા હતા,ત્યારે કોઈ કારણોસર કારમાં યાંત્રિક ખામી સર્જાતા ડ્રાઈવરે કારને રોડની સાઈડમાં ઉભી કરી હતી.જાણવા મળી રહ્યું છે કે ઇકો કાર હાઇવેના ખડસુપા ઓવરબ્રિજ ઉપર બંધ પડી હતી.ત્યારે બંધ પડેલી ઇકો કારને કોઈ અજાણ્યા વાહન ચાલકે પાછળથી જબરદસ્ત ટક્કર મારી હતી,ઘટનાને અંજામ આપ્યા બાદ વાહનચાલક ફરાર થઈ ગયો છે.ભારે વાહનની ટક્કરને લઈને ઈકો કાર સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

નવસારીમાં હિટ એન્ડ રનની ઘટનામાં બે મહિલા અને એક પુરુષનું ઘટનાસ્થળે જ પ્રાણપેખરું ઉડી ગયું હતું.જ્યારે કારમાં સવાર બે બાળકો સહિત અન્ય આઠને ઇજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.ગંભીર ઇજાગ્રસ્તોમાં બેને વધુ સારવાર માટે સુરત સિવિલ ખાતે ખસેડાયા છે.

ભારત અને ઇઝરાઈલ સાથે મળી ને કોરોના ની લડાઈ માં સાથે કામ કરશે
પરમવીર સિંહને રાહત : સુપ્રીમ કોર્ટે કહ્યું ધરપકડ નહીં થાય, તપાસમાં સહયોગ આપો
અમદાવાદમાં જનતા કર્ફ્યૂ સમયે થાળી વગાડીને ગરબા રમવા ભારે પડ્યા, 19 લોકો વિરુદ્ધ ફરિયાદ
વાવાઝોડાને પગલે ગુજરાતના 60 બસોના રૂટ ટૂંકાવાયા
કૂપર હોસ્પિટલમાં ટ્રેઈની તબીબે ખોટું ઈન્જેક્શન આપતાં મહિલાએ દૃષ્ટિ ગુમાવી
Share This Article
Facebook Email Print
Previous Article મુંબઈમાં કથિત સેક્સ રેકેટ ચલાવવા બદલ મુંબઈ મોડલની ધરપકડ, બે ને છોડાવવામાં આવ્યા
Next Article મહારાષ્ટ્રમાં લોખંડના સળિયા ભરેલી ટ્રક પલટી જતાં 13 મજૂરોના મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up