corona થી અત્યાર સુધી છેટા રહેલા નવસારી જિલ્લામાં લોક ડાઉનના 28માં દિવસે corona એ પગલા પાડ્યા છે.નવસારીમાં જલાલપોર તાલુકાના હાસાપોર ગામના 42 વર્ષીય વ્યક્તિનો corona રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.ભોગ બનનાર યુવક સૌરાષ્ટ્રના ઓખા ખલાસી તરીકે મજુરી કરવા ગયો હતો અને લોકડાઉન જાહેર થયા બાદ ગત્ 27 માર્ચના રોજ તે નવસારી બસમાં આવ્યો હતો.
તેની સાથે સુરતનો પણ એક વ્યક્તિ હતો. જેનો corona રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.જેથી તેને નવસારીના સિવિલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો,પરંતુ ક્વોરન્ટાઈન પિરિયડ પુરો થતા પહેલા જ તેનામાં corona ના લક્ષણો દેખાયા જેથી તેનો રિપોર્ટ કાઢવામાં આવ્યો અને રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.સાથે જ તે જ્યા રહેતો હતો ત્યા આસપાસના વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટાઈન જાહેર કરવામાં આવ્યો છે અને ત્યાના લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવાની કામગીરી તજવીજ હાથ ધરવામાં આવી છે.