ચીખલી : નવસારી જિલ્લા ટુરિસ્ટ વ્હીકલ ઓનર્સ વેલ્ફેર એસોસીએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર,સેક્રેટરી ચેતન લાડ સહિતના દ્વારા રાજ્યના મુખ્યમંત્રી,વાહન વ્યવહાર મંત્રી સ્થાનિક ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલને કરેલ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે નવસારી આરટીઓ કચેરીમાં છેલ્લા ચારેક વર્ષથી ફરજ બજાવતા આરટીઓ અધિકારી કેતન વ્યાસ પોતાની ફરજ પર મનમાની રીતે ઓફિસમાં આવજાવ કરે છે.અને એમની જગ્યાએ એમના ડમી માણસો (ફોલ્ડરિયા) યાસીનભાઈ અને જયંતીભાઈ આરટીઓ ના અધિકારી હોય તે રીતે કેતન વ્યાસનો કારભાર સંભાળી રહ્યા છે.અને તેઓ પોતે સરકારી અધિકારીઓ હોય તેમ વાહન માલિકો અને ટ્રાવેલ્સ વાળા સાથે ખરાબ વર્તન કરતા આવ્યવ છે.અને ટ્રાવેલ્સવાળાઓ કોઈ રજુઆત કરે તો ટ્રાવેલ્સના વાહનોને મેમો આપવા અને ડિટેઇન કરવાની ધમકીઓ આપવામાં આવે છે.તો આવા મનસ્વી રીતે વ્યવહાર કરી વાહન ચાલકોને પરેશાન કરનાર અધિકારી સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.આરટીઓ અધિકારી સામેની ટુરિસ્ટ વ્હીકલ ઓનર્સ એસોસીએશનની લેખિત રજુઆતમાં ક્યાં પ્રકારની તપાસ કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું.