નવસારી નગરપાલિકા ચૂંટણી પહેલાં પ્રદેશ ભાજપ પ્રમુખ પાટિલે ‘વિજય સંકલ્પ’ રેલી યોજી

HM News
1 Min Read

– પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા પ્રચંડ પ્રચાર
– 28 તારીખે પાલિકા-પંચાયતની ચૂંટણી

નવસારી : નવસારીમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એ કૃષિ યુનિવર્સિટી થી બી.આર.ફાર્મ સુધી વિશાલ બાઇક રેલી યોજી હતી.જેમાં હજારો ની સખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા.સાથે જ આ રેલી ને વિજય સંકલ્પ રેલી નું નામ આપ્યું હતું.

સુરતથી યુનિવર્સીટી ખાતે હેલિકોપ્ટરથી આવેલા પાટીલે પોતાના ગઢ માં તમામ ઉમેદવારને જીતાડવા માટે છેલ્લા દિવસે પ્રચારની કમાન પોતાના હાથમાં લીધી છે.તમામ કાર્યક્રમો માંથી સમય કાઢીનેને સાંસદ પાટીલ પોતાનું ઘર મજબૂત કરવા માટે અંતિમ તબબકા પ્રચાર માં જોડાયા છે.

સમગ્ર શહેર માં રેલી ફરી હતી.શહેરમાં વિશાળ રેલી યોજાયા કેટલીક જગ્યાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. 28મી ફેબ્રુઆરીએ નવસારી નગરપાલિાકાના 13 વોર્ડની 52 બેઠકો માટે ચૂંટણી યોજાશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *