– 6 વર્ષથી અટકી પડેલ નવસારી નુડાના પ્લાનને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંજૂરી આપતા નવસારી જિલ્લામાં હવે વિકાસને વેગ મળશે.
નવસારી : ૨૦૧૪ લોકસભા બાદ વર્ષ ૨૦૧૫ માં સુરત નવસારીને ટ્વીન સિટી જાહેર કરવાની વાતો વચ્ચે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જાહેર કરી દેવામાં આવી હતી જેમાં 97 ગામડાઓ સાથે વિરોધનો સૂર ઉઠતા ગામડાઓ ઘટતા ગયા અને નુડા નો વિકાસ નકશો અટવાયો હતો ત્યારબાદ આજે સાડા પાંચ વર્ષો બાદ રૂપાણી સરકાર ના પાંચ વર્ષના સુશાસન અને વિકાસ ઉત્સવ ના આઠમા દિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મંજૂરી ની મહોર મારતા નવસારીના લોકપ્રતિનિધિઓ સહિત બિલ્ડરોમાં ખુશી જોવા મળી છે.
ગુજરાતની આનંદીબેનની સરકાર માં નવસારી અને સુરતને ટ્વીન સિટી બનાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા પરંતુ વિરોધ વચ્ચે પ્રથમ નવસારીને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જાહેર કરી દેવામાં આવી હતી વર્ષ 2015માં નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જાહેર કરી નવસારી અને જલાલપોર તાલુકાના 97 ગામડાઓને સમાવવામાં આવ્યા હતા પરંતુ ગ્રામીણોએ નુડા નો વિરોધ છેડતાં નવસારી અને જલાલપોર વિધાનસભાના ધારાસભ્ય સાથે સરકારમાં વિરોધનો સૂર છેડવામાં આવ્યો હતો જેના કારણે નુડા માથી ધીરે-ધીરે ગામડાઓ ઘટીને 27 થઈ ગયા હતા ત્યારબાદ પણ વિરોધ ઘટ્યો ન હતો વિરોધને કારણે નુડા નો વિકાસ નકશો બનાવવાનું મુશ્કેલ બન્યું હતુ. સરકારમાં વારંવાર લોકપ્રતિનિધિઓ તરીકે નવસારી, જલાલપોર અને ગણદેવીના ધારાસભ્યો અને બિલ્ડર એસોસિએશન ના પ્રમુખ ભરત સુખડીયા પોતાની રજૂઆતો કરતા રહ્યા અને અંતે આજે નવસારી વિજલપોર નગરપાલિકા સાથે નુડા માં 16 ગામડાઓ રહેતા તેના 18 વાંધાઓ ને સરકારમાંથી એક પછી એક નિરાકરણ લાવવામાં આવ્યું હતું છેલ્લે અઠવાડિયા અગાઉ નવસારી ક્રેડાઇ ના આગેવાનો નવસારી અને ગણદેવીના ધારાસભ્ય સાથે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મળ્યા હતા અને નુડા નો વિકાસ નકશો જાહેર કરવાની રજૂઆત કરી હતી જેના અઠવાડિયામાં જ રૂપાણી સરકારે નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ના વિકાસ નકશાને આજે મંજૂરીની મહોર મારી દીધી છે રૂપાણી સરકારની પાંચ વર્ષના મહોત્સવ ના આઠમા દિવસે શહેરી સુખાકારી દિવસે મુખ્યપ્રધાન રૂપાણીએ કાનુડાના વિકાસ નકશા ની જાહેરાત કરતા નવસારીના લોકપ્રતિનિધિઓ સહિત નવસારી ક્રેડાઇ ના આગેવાનો અને ચેમ્બરઓફ કોમર્સ માં ખુશીની લહેર જોવા મળી રહી છે.
પ્રેસ સાથે વાત કરતા નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઇના જણાવ્યા હતું કે નુડાનો ડી.પી. પ્લાન જાહેર થતાં હવે શહેરના રોડ-રસ્તા પહોળા થશે. કોમ્યુનિટી હોલ બનશે, સીટીઝન પાર્ક બનશે, રોડ રસ્તા ના નવા નિર્માણ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવશે આ મામલે કલેકટર સાથે વાત કરતા તેમણે આશ્વાસન આપ્યું છે કે નોટિફિકેશન આવ્યા બાદ એન.એ ની પ્રક્રિયા ઝડપી કરવામાં આવશે.


