– વલસાડ અને તાપી જિલ્લામાં દારૂના કેસમાં સજા ભોગવતા આરોપી ભાગી ગયા હતા
નવસારી : વલસાડ અને તાપી જિલ્લામાં દારૂના જૂના કેસોમાં સજા ભોગવતા બે આરોપી પેરોલ જમ્પ કરીને ભાગી ગયા હતા.જે આજે નવસારીમાંથી વિદેશી દારૂ સાથે એલસીબીએ ઝડપી પાડ્યા છે.એલસીબીની બાતમી મળી હતી અને તેના આધારે આ બન્ને આરોપીને નવસારીમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા.
બન્ને આરોપી પેરોલ જમ્પ કરીના ભાગી ગયા હતા
નસીરુદ્દીન ઉર્ફે આઝાદ અને ઇમરાન ઉર્ફે બલી વલસાડ અને તાપી જિલ્લામાં દારૂના કેસમાં સજા ભોગવતા હતા.કોર્ટે બન્ને આરોપીને સજા ફટકારી હતી,જોકે આ બન્ને આરોપી પેરોલ જમ્પ કરીને ભાગી ગયા હતા.તેમજ છેલ્લા ઘણા સમયથી પોલીસને હાથતાળી આપી રહ્યાં હતા.
નવસારી એલસીબીએ બન્ને આરોપીને પકડ્યા
નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, આ ફરાર આરોપી નવસારીના રંગુન વિસ્તારમાં રહે છે.નસીરુદ્દીનની દીકરીના લગ્ન પ્રસંગમાં તેઓ હાજરી આપવાના છે.બાતમીના આધારે એસલીબી બે આરોપીઓની ધરપકડ કરવા માટે તેમના ઘરે ગયા હતા.જ્યાં તેમની શોધખોળ કરતા ઘરમાંથી 40 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.


