By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નવસારી : મુસ્લિમ સગીરે ઇન્સ્ટાગ્રામ ડીપીમાં પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ મૂકતાં વિવાદ, પોલીસની કાર્યવાહી બાદ માફીનામું આપ્યું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > નવસારી : મુસ્લિમ સગીરે ઇન્સ્ટાગ્રામ ડીપીમાં પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ મૂકતાં વિવાદ, પોલીસની કાર્યવાહી બાદ માફીનામું આપ્યું
GeneralSouth Gujarat

નવસારી : મુસ્લિમ સગીરે ઇન્સ્ટાગ્રામ ડીપીમાં પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ મૂકતાં વિવાદ, પોલીસની કાર્યવાહી બાદ માફીનામું આપ્યું

HM News
Last updated: 13/08/2022 10:16 AM
HM News
3 years ago
Share
Flag of Pakistan
SHARE

– મહોરમના દિવસે મુસ્લિમ સગીરે ઇન્સ્ટાગ્રામ ડીપી પર પાકિસ્તાની ઝંડો મૂકતાં સ્ક્રીનશોટ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા હતા અને પોલીસ પણ કાર્યવાહી શરૂ કરી હતી

નવસારીમાં મહોરમ અગાઉ એક મુસ્લિમ સગીરે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પાકિસ્તાનનો ઝંડો મૂકી દેતાં આખા શહેરમાં મુદ્દો ‘ટૉક ઓફ ધ ટાઉન’ બન્યો હતો.જે મામલે પોલીસે કાર્યવાહી કરી સગીર અને તેના પિતાને પકડી લીધા હતા.જે બાદ બંનેએ માફીપત્ર લખી આપતાં મામલો પોલીસે આગળની કાર્યવાહી પડતી મૂકી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, મંગળવારે (9 ઓગસ્ટ 2022) સાંજે નવસારીના સોશિયલ મીડિયા ગ્રુપોમાં કેટલાક સ્ક્રીનશોટ વાયરલ થયા હતા જેમાં એક સગીર મુસ્લિમ યુવકે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઉપર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ મૂકેલો દેખાયો હતો. સ્ક્રીનશોટ ઝડપથી સોશિયલ મીડિયા પર ફરતા થતાં પોલીસ પણ આ મામલે સક્રિય થઇ હતી.સ્ક્રીનશોટમાં દેખાય છે કે સગીરના ઇન્સ્ટાગ્રામ ઉપર પ્રોફાઈલ પિક્ચરમાં પાકિસ્તાનનો ઝંડો મૂકવામાં આવ્યો છે.જેની સાથે બાજુમાં મોટા અક્ષરે ‘Pakistan’ લખેલું પણ વંચાય છે.જોકે, આ સ્ક્રીનશોટ વાયરલ થઇ જતાં તેણે પ્રોફાઈલ ફોટો બદલી નાંખ્યો હતો અને અકાઉન્ટ પણ લૉક કરી દીધું હતું.

આ મામલે જાણ થતાં જ નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સક્રિય થઇ હતી અને આ સગીરની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ સગીર અને તેના પિતા બંનેને પકડી લેવામાં આવ્યા હતા.જે બાદ બંનેને પોલીસ મથકે લાવવામાં આવતાં તેમણે માફીપત્ર લખી આપ્યું હતું અને દાવો કર્યો હતો કે સગીરે ભૂલથી પાકિસ્તાનનો ધ્વજ મૂકી દીધો હતો.આ મામલે નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો અનુસાર પોલીસને તે રાત્રે જ આ બાબતે શહેરના નાગરિકો દ્વારા જાણ કરવામાં આવી હતી.જે બાદ બીજા દિવસે પોલીસે કાર્યવાહી આરંભી હતી અને સગીર અને તેના પિતા બંનેને પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા.

પોલીસ સૂત્રો અનુસાર સગીર અને તેના પિતાએ પોલીસ સમક્ષ દાવો કર્યો હતો કે તેને ઝંડો પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ હોવાની જાણ ન હતી અને ધાર્મિક ઝંડો માનીને સરતચૂકથી સોશિયલ મીડિયા પર મૂકાઈ ગયો હતો.તેમજ તેના આ કૃત્યની પરિવારને જાણ ન હતી.જોકે, તેમ છતાં પોલીસે તેમની પાસે માફીપત્ર લખાવીને આગળ આ પ્રકારની હરકત ન થાય તેની બાહેંધરી લખાવી લીધી હતી.

પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યા અનુસાર આરોપી સગીર છે અને માફીપત્ર પણ લખી આપવામાં આવ્યું હોવાથી પોલીસે પણ કાર્યવાહી બંધ કરી મામલો થાળે પાડ્યો છે.

વેદાંતના ઓઈલ-ગેસ હેડ અજય દીક્ષિતનું રાજીનામું
લોકડાઉનનો તબક્કો લાંબો ચાલશે તો કોરોના વાયરસથી નહીં,પણ ભૂખમરાથી લોકોના મોત થશે : નારાયણ મૂર્તિ
ચેન્નાઈ સામેના વિજય સાથે ગુજરાત ટાઈટન્સ ક્વોલિફાયર-વનમાં નિશ્ચિત
CIAએ જાન્યુઆરીમાં જ કોરોનાની ચેતવણી આપી હતી, ટ્રમ્પ ઉંઘતા રહ્યા
સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેમણે એક પણ ઘા નથી સહ્યા એ સાવરકરને માફીવીર કહે છે : સંજય રાઉત
Share This Article
Facebook Email Print
Previous Article ઇસ્લામિક જેહાદ અને હમાસ વચ્ચે ગાઝાની સત્તા માટે હરીફાઈ : જાણો ઇઝરાયેલ-પેલેસ્ટિન સંઘર્ષની વર્તમાન સ્થિતિ
Next Article રશ્દીના ‘વ્હાઈટ બ્રેડ પુરસ્કાર’ વિજેતા પુસ્તક પર રાજીવ ગાંધી સરકારે મુક્યો હતો પ્રતિબંધ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up