નવસારી : નવસારીના વાંસદાથી લઇને અંતરિયાળ વિસ્તારમાંથી સુરત તથા મુંબઇ અપડાઉન કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.રેલવેમાં ઓછું ભાડું હોવાના કારણે મહિનામાં 220 રૂપિયાનો મુસાફરી ખર્ચ થતો હતો પરંતુ હવે અન્ય ટ્રાન્સપોર્ટેશનના કારણે એ ખર્ચ હવે 1100 રૂપિયા થઇ રહ્યો છે.જેનાથી માસિક મુસાફરી ખર્ચમાં વધારો થયો છે, જેથી આર્થિક સ્થિતિ કફોડી બની રહી છે.તેવામાં અપડાઉન કરતા મધ્યમવર્ગના લોકો દ્વારા આ ટ્રેન વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.
રેલ સેવા ફરીવાર શરૂ થાય તેવી માગ
બિલીમોરા રેલવે સ્ટેશનની કે જ્યાંથી વાંસદા ખેરગામ,અને અંતરિયાળ વિસ્તારમાં વસે છે અને સુરત તથા મુંબઈ ખાતે રોજગારી મેળવવા જાય છે.પરંતુ જ્યારથી રેલવે સેવા બંધ કરવામાં આવી છે.ત્યારથી તેમની હાલત કફોડી થઇ છે.લોકડાઉન પહેલા જ્યારે તેઓ રેલવેમાં મુસાફરી કરતા હતા ત્યારે પાસ હોલ્ડરને 220 રૂપિયાનો ખર્ચ થતો હતો પરંતુ કોરોનાના કારણે રેલવે સેવા આ વિસ્તારમાં હાલ પૂરતી બંધ કરવામાં આવી હોવાથી તેમનો મહિનાનો મુસાફરી ખર્ચ 1100થી 1200 રૂપિયા ખર્ચ થઇ રહ્યો છે.જેથી બંધ થયેલી રેલ સેવા ફરીવાર શરૂ થાય તેવી ઉગ્ર માગ કરવામાં આવી રહી છે.
રાહતની રેલ પાટાઓ પર દોડે તેની રાહ જોઇને બેઠા છે
માર્ચથી બંધ રેલ સેવાને કારણે અપડાઉન કરતા વર્ગને મુસાફરી ખર્ચાળ બની રહી છે.તેવામાં રેલવે વિભાગ મધ્યમવર્ગને પોસાય તે રીતે ભાડું વસુલે છે ત્યારે નવસારી જીલ્લાની સ્થાનિક DRM કક્ષાએ કે રેલવે વિભાગને રજુઆત કરવામાં નેતાગીરી નબળી સાબિત થઈ છે તેવી ચર્ચા શહેરમાંથી ઉઠી છે.જેને લઈને અંતરિયાળમાંથી અપડાઉન કરતા વર્ગને છેલ્લા અનેક મહિનાઓથી મુશ્કેલી વેઠવા સાથે લાંબો સમય મુસાફરીમાં આપીને પોતાન કાર્ય સ્થળ પર પહોંચવું પડે છે. વાંસદા,ખેરગામ,ચીખલી,ગણદેવી અને બિલીમોરા વિસ્તારમાં વસતો અને અપડાઉન કરતો વર્ગ રાહતની રેલ પાટાઓ પર દોડે તેની રાહ જોઇને બેઠા છે.


