ચીખલી : બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી એલસીબી પોલીસે ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.દરમ્યાન બાતમી મળી હતી કે એક ઇનોવા કાર નં:જીજે-૨૧-એક્યું-૩૫૩૪ માં દારૂ ભરી નવસારીના વિજલપોર લઈ જનાર છે.
જે હકીકત બાતમીના આધારે નવસારી એલસીબી પોલીસે મુંબઈ થી સુરત જતા ટ્રેક ઉપર સુંઠવાડ પાટીયા પાસે વોચ ગોઠવી હતી.દરમ્યાન બાતમી મુજબની ઇનોવા કાર આવતા જેને રોકી તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ:૨૩૧ જેની કિંમત રૂ.૧,૧૬,૧૭૫/- મળી આવતા જે અંગે પાસ પરમીટ માંગતા ન હોવાનું જણાવતા પોલીસે દારૂની ખેપ મારનાર બિરુ નરસપ્પા ધનગર (રહે.સરદાર ટાઉનશીપ એપલ રેસિડેન્સી એપાર્ટમેન્ટ વિજલપોર તા.જલાલપોર જી.નવસારી) ની ધરપકડ કરી હતી.જ્યારે દારૂનો જથ્થો ભિલાડ ખાતે આપી જનાર કમલેશ હળપતિ ને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી એલસીબી પોલીસે દારૂ,કાર,મોબાઈલ ફોનસહિત કુલ્લે રૂ.૬,૨૨,૩૭૫/- નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
નવસારી LCB પોલીસે ચીખલી સુંઠવાડ પાટીયા પાસેથી વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડ્યો

Leave a Comment