– ગત ફેબ્રુઆરીમાં ED દ્વારા મની લોન્ડરિંગ અને ટેરર ફાઈનાન્સિંગના આરોપસર મલિકની ધરપકડ કરવામાં આવી હતી
નવી દિલ્હી, તા. 25 મે 2022, બુધવાર : મહારાષ્ટ્રના મંત્રી અને NCPના નેતા નવાબ મલિકની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. EDએ મંગળવારે જણાવ્યું કે, મલિકના અંડરવલર્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની ગેંગ સાથે સંબંધ હોવાના મજબૂત પુરાવા મળ્યા છે.તપાસ એજન્સીએ જણાવ્યું કે, NCPના નેતાની વિરૂદ્ધ અનેક પુરાવા એકઠા કરવામાં આવ્યા છે.જેમાં 1993માં મુંબઈમાં શ્રેણીબંધ બલાસ્ટના આરોપી દાઉદના ભાણિયા અલી શાહ પારકરના નિવેદનનો પણ સમાવેશ થાય છે.પારકરે તપાસ એજન્સી સામે ખુલાસો કર્યો હતો કે, તેની માતા હસીના પારકરે 1996માં કુર્લા ખાતે ગોવાવાળા કમ્પાઉન્ડનો કેટલોક ભાગ મલિકને વેચ્યો હતો.પારકરે તેના નિવેદમાં જમીન લે-વેચની અનેક વિગતો આપી છે જે ખૂબ જ મહત્વની છે અને મલિક વિરૂદ્ધ કેસમાં મદદ કરી શકે છે.
આ અગાઉ ED દ્વારા ફેબ્રુઆરીમાં મની લોન્ડરિંગ અને ટેરર ફાઈનાન્સિંગના આરોપમાં મલિકની ધરપકડ કરવામાં આવી હતી. ED એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ 50 હેઠળ અલીનું નિવેદન નોંધ્યુ છે.અલી શાહે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, તેની માતા હસીના પારકર અને દાઉદ વચ્ચે પૈસાની લેવડ-દેવડ થતી હતી.તેણે સલીમ પટેલનું નામ આપ્યું હતું, જે ડુંગળીનો વ્યાપારી હતો અને સંપત્તિની લે-વેચમાં તેની માતે સાથે સામેલ હતો.
ચાર્જશીટમાં પત્ની-દીકરા ઉપર આરોપ
EDએ ચાર્જશીટમાં ક્હ્યું કે, નબાબ મલિકના બંને છોકરાઓ અને પત્નીને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેમાંથી કોઈ હાજર ન થયું.આ કારણે તેમની પત્નીને 2 વાર સમન્સ અને દીકરા ફરાજ મલિકને મની લોન્ડરિંગના કેસમાં 5 વાર સમન્સ પાઠવવામાં આવ્યા હતા.


