મુંબઈ : સેશન્સ કોર્ટની વિશેષ અદાલતે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક(Nawab Malik)સામે દાખલ કરવામાં આવેલી EDની ચાર્જશીટની નોંધ લીધી હતી.કોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે,એવા પ્રથમદર્શી પુરાવા છે કે મલિક મની લોન્ડરિંગ અને કુર્લા સ્થિત ગોવાલા કમ્પાઉન્ડ પર કબજો કરવાના ગુનાહિત કાવતરામાં સીધો અને ઈરાદાપૂર્વક સામેલ હતો.વિશેષ ન્યાયાધીશ રાહુલ એન રોકડેએ તેમના આદેશમાં જણાવ્યું હતું કે મલિકે ડી-કંપનીના સભ્યો એટલે કે હસીના પારકર,સલીમ પટેલ અને સરદાર ખાન સાથે મળીને મુનિરા પ્લમ્બરની મુખ્ય સંપત્તિ હડપ કરવા માટે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું.કોર્ટે એમ પણ કહ્યું હતું કે આનાથી સંબંધિત પ્રથમદર્શી પુરાવા છે કે આરોપીઓ મની લોન્ડરિંગના ગુનામાં પ્રત્યક્ષ અને જાણીજોઈને સામેલ છે,તેથી તેઓ પીએમએલએની કલમ 3 અને કલમ 4 હેઠળ આરોપી છે.