SBI : SBI એ સત્તાવાર વેબસાઈટ પર જણાવ્યું છે કે 15 ડિસેમ્બરથી બેઝ રેટમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે.
સૌથી મોટી બેંક SBIએ નવા વર્ષ પહેલા પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે.સરકારી બેંકે બેઝ રેટમાં વધારો કર્યો છે.આ કારણે SBIના ઘણા લોન લેનારાઓએ હવે વધુ વ્યાજ ચૂકવવું પડશે.બીજી બાજુ,બેંકે કેટલીક FDs પર વ્યાજ દરમાં વધારો કર્યો છે,પરંતુ માત્ર અમુક જ લોકો તેનો લાભ લઈ શકશે.
હવે આ SBIનો બેઝ રેટ છે : SBIએ સત્તાવાર વેબસાઈટ પર જણાવ્યું છે કે 15 ડિસેમ્બરથી બેઝ રેટમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે.બેઝ રેટમાં 10 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવાનો મતલબ એ છે કે હવે એસબીઆઈની લોન પ્રોડક્ટ જે બેઝ રેટ સાથે જોડાયેલી છે,તેમનું વ્યાજ 0.10 ટકા વધુ હશે.અગાઉ સપ્ટેમ્બરમાં SBIએ બેઝ રેટમાં 5 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 7.45 ટકા કર્યો હતો.નવીનતમ ફેરફાર પછી,બેઝ રેટ વધીને 7.55 ટકા થઈ ગયો છે.
બે કરોડથી વધુની FD પર વ્યાજ પણ વધ્યું : આ સિવાય SBIએ બે કરોડથી વધુની FD પર વ્યાજ વધારવાનો પણ નિર્ણય કર્યો છે.હવે ગ્રાહકો આવી FD પર પહેલા કરતા વધુ વ્યાજ મેળવી શકશે.આ ફેરફાર પણ 15 ડિસેમ્બરથી લાગુ થઈ ગયો છે.2 કરોડ અથવા તેનાથી ઓછી રકમની FD પરના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી.
વ્યાજ દર 20 વર્ષની નીચી સપાટીએ છે : નોંધનીય છે કે રિઝર્વ બેંક (RBI) એ ડિસેમ્બરમાં MPCની બેઠકમાં ચાવીરૂપ દરો જૂના સ્તર પર રાખવાનો નિર્ણય લીધો હતો.અત્યારે રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે.એપ્રિલ 2001 પછી વ્યાજ દરનું આ સૌથી નીચું સ્તર છે.જો કે,બેકાબૂ ફુગાવાના કારણે આરબીઆઈને ટૂંક સમયમાં દર વધારવાના માર્ગ પર પાછા ફરવું પડી શકે છે.