– અગાઉ 50 ટકામાં જ બાંધકામ થતું હતું
ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રિયલ એસોસિએશનની રજૂઆતને રાજ્ય સરકારે ગ્રાહ્ય રાખી નવા સર્ક્યુલર પ્રમાણે હવે ઔદ્યોગિક એકમો જમીનથી 13 મીટર સુધીનું બાંધકામ કરવાની સાથો-સાથ પ્લોટની ચારેય તરફ 4થી 6 મીટરની જગ્યા છોડીને બાંધકામ કરી શકાશે.ઈન્ડસ્ટ્રિયલ એકમો અગાઉ જી પ્લસ વન એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર સાથે એક માળનું જ બાંધકામ કરી શકતું હતું.
ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રિયલ એસોસિએશનને રજૂઆત કરી હતી કે, દિવસેની દિવસે જમીનના દરમાં વધારો નોંધાઈ રહ્યો છે.તેની સામે ઈન્ડસ્ટ્રિયલ પ્લોટમાં 50 ટકા જેટલું જ બાંધકામની શરતમાં ફેરફાર કરવામાં આવે.જેથી રાજ્ય સરકાર દ્વારા જાહેર થયેલા નવા સર્ક્યુલર પ્રમાણે હવે પ્લોટના કદ પ્રમાણે ચારેય તરફ 4થી 6 મીટરની જગ્યા છોડીને બાકીની જગ્યામાં એકમનું બાંધકામ થઈ શકશે.
આ ઉપરાંત 13 મીટર એટલે કે 35થી 40 ફૂટ સુધીનું બાંધકામ થઈ શકશે.અગાઉ સુડા અને જીઆઈડીસીમાં બાંધકામની ડિઝાઈન અને નક્શા મંજૂર કરાવવાની લાંબી પ્રક્રિયાને લીધે પ્રોજેક્ટમાં વિલંબ થતો હતો.જોકે હવે નવી છુટછાટને કારણે ઉદ્યોગકારોને રાહત થશે


