ન્યૂયોર્ક: સ્પેસએેક્સ એન્જિનિયર અન્ના મેનન અમેરિકન અબજપતિ જેરેડ ઇસાકમેન દ્વારા જાહેર કરવામાં આવેલા અનોખા સ્પેસ મિશનની ક્રૂ હશે.તેમણે ગયા વર્ષની પ્રથમ પ્રાઇવેટ ફ્લાઇટમાં અવકાશમાં ક્રૂની આગેવાની સંભાળી હતી.
મેનન ભારતીય મૂળના ફિઝિશિયન અનિલ મેનનની પત્ની છે.તેઓ સ્પેસએક્સના લીડ સ્પેસ ઓપરેશન્સ એન્જિનિયર છે.તેમણે કેટલાક મહત્ત્વના ક્રુ ઓપરેશન્સના ડેવલપમેન્ટનું સંચાલન કર્યુ છે અને મિશન કંટ્રોલની ભૂમિકા અદા કરી છે.તેઓ મિશનના ડિરેક્ટર અને ક્રુ કમ્યુનિકેટર બંને હતા.
ઇસાકમેન અમેરિકન પેમેન્ટ પ્રોસેસિંગ કંપની શિફ્ટફોરના સ્થાપક અને સીઇઓ છે.તેમણે પોલરિસ પ્રોગ્રામ નામને ઇન્સ્પિરેશન-૪ મિશનની જાહેરાત કરી છે.હ્યુમન સ્પેસફ્લાઇટ ક્ષમતામાં ઝડપથી વૃદ્ધિના પ્રયત્નો તરીકે જોવામાં આવી રહી છે.તેની સાથે-સાથે તેમણે ભંડોળ એકત્રિત કરવાનું અને પૃથ્યી પરના મહત્ત્વના હેતુ માટે જાગૃતિ ફેલાવવાનું જારી રાખ્યું છે.
કાર્યક્રમમાં ત્રણ માનવ અંતરિક્ષ યાન મિશન હશે.તેમા નવી ટેકનોલોજીઓ દર્શાવાશે.તેના માટે વ્યાપક રિસર્ચ કરાશે અને છેવટે સ્પેસએક્સ સ્ટારશિપની માનવીઓ સાથેની પ્રથમ ફ્લાઇટ ઉપડશે.પહેલા મિશનનું નામ પોલરિસ ડોન છે,તેને નાસાના ફ્લોરિડા ખાતેના કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ કરાશે.
પોલરિસ ડોન મિશન પહેલી વખત હેતુઓ સાથેનું છે.તેણે તેના કાર્યક્રમ માટે નિષ્ણાતોની ક્રુની પસંદગી કરી છે.આ નિષ્ણાતો એકબીજાને જાણતા હોય અને તેમને એકબીજા પર વિશ્વાસ હોય તે જરુરી છે,જેના લીધે તેઓ મિશનના જુદા-જુદા પડકારોનો સામનો કરી શકે.મેનન મિશન સ્પેશ્યાલિસ્ટ અને મેડિકલ ઓફિસર છે.
આ પહેલા સમાચાર હતા કે સ્પેસએક્સ પોતાના ફાલ્કન-નવના રોકેટને ચંદ્રમા પર ક્રેશ કરાવવા જઈ રહ્યું છે.આ રોકેટ ચોથી માર્ચના રોજ ચંદ્રમાની સપાટી પર ક્રેશ કરશે.આ ઘટનાની તસ્વીર ભારતનું ચંદ્રયાન-ટુ પણ ખેંચશે.ફેબુ્રઆરી ૨૦૧૫માં કંપનીએ આ રોકેટની મદદથી પોતાનું પહેલું ડીપ સ્પેસ મિશન લોન્ચ કર્યુ હતું.હવે આ રોકેટમાં પૃથ્વી પર પરત ફરવા પૂરતા પ્રમાણમાં ઇંધણ નથી.આ સ્થિતિમાં સ્પેસ કંપની આ રોકેટને અંતરિક્ષમાં જ ચંદ્રની સપાટી પર પાડવાની યોજના ધરાવે છે.


