સુરત : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કરોડોના ખર્ચે બનેલી અર્થોપેડીક સહિત કેટલાક ઓપરેશન થિયેટરમાં અગાઉ ધણી બધી સમસ્યા જેવા મળી હતી.જોકે હાલમાં વરસાદને લીધે સિવિલના ઓપરેશન થિયેટરના ત્રીજા માળે રિકવરી રૃમમાં અને કેટલા વોર્ડમાં ,કિડની બિલ્ડીંગમાં ટ્રોમા સેન્ટરની કેસ પેપર બારી પાસે પાણી ટપકતુ હોવાથી દર્દી સહિતનાઓની હાલત કફોડી થઇ હોવાનું જાણવા મળે છે.
નવી સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં ઇમર્જન્સી તથા નાના-મોટી મળી રોજની ૧૦૦ જેટલી સર્જરી કરવામાં આવી રહી છે.તેવા સમયે ઓર્થોપેડિક સહિતના કેટલાક ઓપરેશન થિયેટરમાં ફોલ સીલિંગ તુટેલુ,ફ્લોરિંગ તૂટેલા,હાથ ધોવાના ટબમાંથી પાણી લીકેજ,પાણી લીકેજ થાય,અમુક ઓપરેશન ટેબલનું અમુક વખત બેલેન્સ ખોરવાઇ જાઇ,દરવાજાના કાચ તુટેલો,અમુક દરવાજા બરાબર બંધ નહીં થાય સહિતની નાની-મોટી સમસ્યાઓ જોવા મળી રહી છે.જયારે છેલ્લા ત્રણ વર્ષથી ઓપરેશન થિયેટરમાં પી.આઇ.યુ વિભાગ દ્રારા મેન્ટેનન્સ કરાતુ નથી એમ સુત્રો જણાવ્યુ હતુ.
આવા સંજોગોન લીધે હાલમાં વરસાદ વરસી રહ્યો હોવાથી ઓપરેશન થિયેટરના ત્રીજા માળે આંખ ઓપરેશન થિયેટરના દરવાજા પાસે અને રિકવરી રૃમમાં વરસાદી પાણી ટપકતુ રહે છે.જોકે રિકવરી રૃમમાં ઓપરેશન કરવા પહેલા દર્દીને ત્યાં જઇ જતા હોવાનું સુત્રો જણાવ્યુ હતુ.જયારે સી-૩ વોર્ડની બારી માથી વરસાદી પાણી વોર્ડમાં આવે છે.જેથી બારી પાસેના બેડ દુર રાખવામાં આવ્યા છે.આ સાથે કિડની બિલ્ડીંગમાં ટ્રોમા સેન્ટરમાં કેસ બારી પાસે પણ વરસાદી પાણી સતત ટપકતુ રહે છે.જેથી કેસ કઢાવવાવ આવતા દર્દી તેમના સંબંધી હાલાકી વેઠી રહ્યા છે.આ ઉપરાંત સિવિલમાં વિવિધ જગ્યાએ પાણી તપકતુ હોવોથી દર્દી સહિતના વ્યકિતઓ મુશ્કેલી વેઠી રહ્યા હોવાનું સુત્રો કહ્યુ હતુ.જયારે સિવિલના અધિકારીએ કહ્યુ કે ઓપરેશન થિયેટર સહિતની વિવિધ સમમ્યાઓને નિરાકણ કરવા અને જરૃરી જગ્યાએ તાકીદે રીપેરીંગ કરવા માટે પી.આઇ.યુ વિભાગને કહ્યુ છે.

