સુરત : નવી સિવિલમાં ઓક્સિજન પાઇપ સહિતની નાની-મોટી ચીજો ચોરાઇ ચુકી છે ત્યારે શુક્રવારે રાતે કેમ્પસમાં નર્સિંગ કૉલેજ પાસે રીક્ષામાં મોટા મોટા લોખંડના પાઇપ ચોરીને જતા ચાર જણાને સિક્યુરીટી ગાર્ડે ઝડપીને પોલીસને સોંપ્યા હતા.પ્રાપ્ત વિગત મુજબ નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં નર્સિગ કોલેજ પાસે અને સેન્ટ્રલ મેડીકલ સ્ટોર પાસેથી શુક્રવારે મોડી રાતે ઓટો રીક્ષાના ઉપરના હુડ ફાડીને મોટા મોટા લોખંડના પાઇપ મુકીને પાંચ વ્યકિતઓ પસાર થતા હતા.
સિક્યુરીટી ગાર્ડને શંકા જતા રીક્ષા અટકાવી પુછપરછ કરી હતી પણ સંતોષકારક જવાબ નહી આપતા અન્ય સિક્યુરીટી ગાર્ડને બોલાવ્યા હતા.અને તેમણે અનિલ ચૌધરી,વિપીનકુમાર મિશ્રા,ઇલીયાસ શેખ, દલસીંગ ઉર્ફ બલ્લુ ચૌધરી અને એક અજાણ્યા યુવાનને પકડી લીધા હતા.એક યુવાન જોકે ભાગી ગયો હોવાનું સુત્રો જણાવ્યુ હતુ.પકડેલા ચારેયને ખટોદરા પોલીસને સોંપાતા વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે. નોધનીય છે કે સિવિલમાં અગાઉ વોર્ડ સિહતના વિભાગ માંથી દર્દી,સંબંધી કે કર્મચારીના મોબાઇલ સહિતની ચોરીના કિસ્સા બન્યા છે.ઉપરાંત રિનોવેશન કરવામાં આવી રહેલા સિવિલના ટ્રોમા સેન્ટરમાંથી અગાઉ ઓક્સિજનની પાઈપ લાઈન તથા એ.સી અને પંખાઓ ચોરાઈ ગયા હતા.હવે ચોર ચોરી કરવા માટે રીક્ષામાં આવી રહ્યા હોવાનું ઉક્ત ઘટના પરથી જણાય રહ્યું છે.