અમદાવાદ : શહેરમાં નશો કરવા દારૂ કે ડ્રગની સાથે હવે નશાકારક દવાઓનું ચલણ વધી રહ્યું છે.અમદાવાદ અને અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં નશાના બંધાણીઓ હવે નશો કરવા કફ સિરપનો ઉપયોગ કરી રહ્યા છે.અમદાવાદ SOGની ટીમે કફ સિરપની 477 બોટલ સાથે બે યુવકોને ઝડપી લીધા છે.તેઓએ અત્યાર સુધીમાં હજારો બોટલ વેચી હોવાનું ખૂલ્યું છે.
અમદાવાદ SOGએ બે આરોપી સલમાન ઉર્ફે શાહરૂખ શેખ અને રૂસ્તમઅલી હાશ્મીને પકડ્યા છે.બંનેને SOGએ ૪૭૭ નંગ કફ સિરપની બોટલો સાથે ઝડપી પાડ્યા છે.પૂછપરછમાં સામે આવ્યું કે કફ સિરપનો આ જથ્થો વિમલ નામના વ્યક્તિ પાસેથી સરસપુરથી મેળવ્યો હતો.આ જથ્થો વટવા ચાર માળિયામાં રહેતા રફીક ઉર્ફે લાલપરી નામના વ્યક્તિને આપવાનો હતો પરંતુ કફ સિરપ વટવા પહોંચે તે પહેલાં જ SOGની ટીમે બાતમીના આધારે દાણીલીમડા પાસેથી ઝડપી લીધા હતા.આ ગુનાના બે મુખ્ય માસ્ટર માઇન્ડ ફરાર છે.તેમની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે બન્ને આરોપી રિક્ષા ડ્રાઇવિંગ કરે છે અને પોતે પણ કોડેઈન કફ સિરપના બંધાણી છે.એક ફેરો કરવાના 4000 રૂપિયા મળતા હોવાથી આ હેરાફેરી કરતા હતા.અને પોતાની પણ નશાની લત પૂરી કરતા હતા.SOG એ કફ સિરપની હેરાફેરી અંગે પૂછપરછ કરતા સામે આવ્યું કે અગાઉ પણ તેઓ કફ સિરપની હેરાફેરી કરી ચૂક્યા છે.થોડા સમય અગાઉ પણ SOGએ કફ સિરપના જથ્થા સાથે રિક્ષાડ્રાઈવરની ધરપકડ કરી હતી એટલે કે રિક્ષા ડ્રાઇવરો અને છૂટક મજૂરી કરતા શ્રમિકો સસ્તા નશા માટે કપ સિરપનો ઉપયોગ કરે છે.
નશો કરવા કફ સિરપનો ઉપયોગ 477 બોટલ સાથે બે ઝડપાયા

Leave a Comment

