નિઆમે,તા.16 સપ્ટેમ્બર 2023,શનિવાર : ફ્રાંસના રાજદૂતને નાઈજરની સેનાએ બંધક બનાવી દેતા ખળભળાટ વ્યાપી ગયો છે. આ કાર્યવાહીના કારણે નાઈજર અને ફ્રાંસ વચ્ચે નવેસરથી તણાવ ભડકી શકે છે.
ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યુ છે કે, અમારી વાતચીત ચાલી રહી છે.રાજદૂતને બંધક જેવી સ્થિતિમા રાખવામાં આવ્યા છે.તેઓ ફ્રાન્સની એમ્બેસીમાં છે.તેમને ખાવા પીવાની વસ્તુઓ પણ અપાઈ રહી નથી.તેમના બહાર નિકળવા પર રોક લગાવવામાં આવી છે.સૈનિકોના મિલટરી રાશન પર તેમને દિવસો પસાર કરવાનો વારો આવ્યો છે.નાઈજરની સેનાએ જુલાઈ મહિનામાં રાષ્ટ્રપતિ મહોમ્મદ બજોમને સત્તા પરથી બેદખલ કરી દીધા હતા.હવે દેશનુ શાસન સંપૂર્ણપણે નાઈજરની સેનાના હાથમા છે.
આફ્રિકન દેશો સાથે થયેલા કરાર પ્રમાણે ફ્રાંસના 1500 સૈનિકો વિવિધ દેશોમાં તૈનાત છે અને નાઈજર પણ તેમાંનુ એક છે.ફ્રાંસમાં તખ્તા પલટ બાદ નાઈજરની સેનાએ ફ્રાંસ સાથે વાટાઘાટો કરવાની કોશિશ કરી હતી પણ ફ્રાંસના રાજદૂત સેના સામે હાજર થયા નહોતા.રાજકીય સબંધની સેનાની ઓફર ફ્રાંસે ઠુકરાવી દીધી હતી.એ પછી નાઈજરની સેના ફ્રાંસની સામે મેદાને પડી છે.આ પહેલા સેનાએ ગયા સપ્તાહ દરમિયાન ફ્રાંસના નાગરિકો માટે કાઉન્સિલર તરીકે કામ કરતા એક અધિકારીની ધરપકડ કરી હતી અને તેના કારણે બંને દેશ વચ્ચેનુ ટેન્શન વધી ગયુ હતુ.પાંચ દિવસ બાદ નાઈજરની સેનાએ આ અધિકારીને છોડી મુકયા હતા.