ન્યુ દિલ્હી,તા.૨૪
નાગરિકતા સુધારા કાયદોને લઈને દિલ્હીમાં ફરીવાર તણાવ સ્થિતિ ઉભી થઈ છે. આ તણાવ એવા સમયે જોવા મળી રહ્યો છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ભારત યાત્રા પર છે. રવિવાર બાદ સોમવારે પણ મૌજપુરમાં તણાવપૂર્ણ વાતાવરણ જોવા મળી રહ્યું છે. માહિતી અનુસાર સીએએના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે ફરીથી પથ્થરબાજી થઈ રહી છે. આ બાબતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર સરકારની મદદ માંગી છે.
અરવિંદ કેજરીવાલે એક ટ્વિટ કરીને કહ્યું કે ‘દિલ્હીના કેટલાક ભાગોમાં શાંતિ અને સુમેળને બગાલે તેવી માહિતી મળી રહી છે. કાયદો અને વ્યવસ્થાને પુનઃ સ્થાપિત કરવા હું લેફ્ટનન્ટ ગવર્નર અને માનનીય કેન્દ્રીય ગૃહ પ્રધાનને નિષ્ઠાપૂર્વક વિનંતી કરું છું. કોઈને પણ વાતાવરણ બગાડવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
નાગરિકતાના વિરોધમાં થઇ રહેલ હિંસા પર કેજરીવાલે ગૃહમંત્રીની મદદ માંગી
Leave a Comment