By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નાણાંકીય સંકટમાંથી ઉગરવા હવે રાંધણગેસનાં ભાવમાં વધારો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > નાણાંકીય સંકટમાંથી ઉગરવા હવે રાંધણગેસનાં ભાવમાં વધારો
GeneralNational

નાણાંકીય સંકટમાંથી ઉગરવા હવે રાંધણગેસનાં ભાવમાં વધારો

HM News
Last updated: 26/06/2020 8:40 AM
HM News
5 years ago
Share
SHARE

ક્રુડ ઓઈલનાં ભાવમાં ૪૦ ટકાનાં ઘટાડા સાથે રાંધણગેસનાં ભાવમાં ૨૦ ટકાનો વધારો: ૨૦ લાખ કરોડ રૂપિયાનાં પેકેજ બાદ ઉદભવિત થતી ખાધને બુરવા કારગત નિવડશે

વૈશ્ર્વિક મહામારીનાં સમય બાદ હાલ કેન્દ્ર સરકાર દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબુત બનાવવા માટે અત્યંત મહેનત કરી રહ્યું છે.દેશનું ૫૦૦ બિલીયન ડોલરનું ફોરેન રીઝર્વ, સસ્તા ભાવે ક્રુડ ઓઈલની ખરીદી આ તમામ પગલાઓ દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા અને મજબુત બનાવવા માટે ખુબ જ ઉપયોગી નિવડશે.હાલ સરકાર દ્વારા પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં વધારો કર્યો છે જેનું એકમાત્ર કારણ એ છે કે સરકાર દેશવાસીઓ માટે જે ૨૦ લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે તેમાંથી ઉદભવિત થતી ખાદ્યને કેવી રીતે બુરી શકાય. હાલ આ વધારો દેશની અર્થવ્યવસ્થાને મજબુત બનાવવા માટેનો છે ત્યારે બીજી તરફ સરકારે સબસીડીવાળા રાંધણ ગેસમાં પણ ૨૦ ટકાનો વધારો કર્યો છે.ક્રુડ ઓઈલનાં ભાવમાં જે ઘટાડો થયો છે તેમ છતાં પણ રાંધણગેસનાં ભાવમાં ૨૦ ટકાનો વધારો નોંધાતા લોકોમાં હાવ જોવા મળી રહ્યો છે પરંતુ આ ભાવ વધારો દેશહિત માટે કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.રાંધણગેસમાં ભાવ વધારો થવા છતાં પણ લોકલ ટ્રાન્સપોર્ટરો દ્વારા અમુક ગ્રાહકોને હજુ પણ નજીવી સબસીડીનો લાભ મળવાપાત્ર રહે છે.

સરકાર દ્વારા સબસીડાઈઝ કેરોસીનનાં ભાવમાં માર્ચ મહિનાથી જ ઘટાડો કરી દીધો છે. જયારે એલપીજીમાં સરકારે સબસીડી યથાવત રાખી છે.આંકડાકિય માહિતી અનુસાર દિલ્હી ખાતે ૧૪ કિલો એલપીજી સિલિન્ડરનો ભાવ ૪૯૭ રૂપિયાએ પહોંચ્યો છે જે ગત જુન માસમાં ૫૯૩ રૂપિયા રહ્યો હતો.આ તમામ પગલાઓ હાલ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યા છે તે હાલ દુરંદેશી નિર્ણય હોવાનું પણ સામે આવ્યું છે.વૈશ્ર્વિક મહામારીમાં અનેકવિધ દેશ આર્થિક રીતે ખુબ જ અસરગ્રસ્ત થયા છે ત્યારે આ તમામ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે આવી શકાય અને આવનારા દિવસોમાં દેશનાં અર્થતંત્રને વિકસિત કેવી રીતે કરી શકાય તે માટે સરકાર હાલ તમામ પ્રકારનાં જરૂરીયાતનાં પગલાઓ લઈ રહ્યું છે.

હાલ જે જીવનજરૂરીયાત ચીજવસ્તુઓમાં સરકાર જે રીતે ભાવ વધારો કરી રહ્યું છે જેનાથી લોકોએ ડરવાની જરૂર નથી. સાથોસાથ આ સમયગાળા દરમિયાન દેશવાસીઓએ સરકારને તેમની યોજનામાં સહાય કરવાની જરૂર છે જો લોકો પ્રત્યે સરકારને સાથ-સહકાર મળી રહેશે તો આવનારા સમયમાં જીવનજ‚રીયાત ચીજવસ્તુઓનાં ભાવમાં નજીકનાં સમયમાં જ ઘટાડો જોવા મળશે.વિશ્ર્વનાં અન્ય દેશો પાસે ઉદભવિત થયેલી ખાદ્ય માટે કોઈ યોગ્ય ઉપાય સામે આવ્યો નથી ત્યારે ભારત દેશે પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં વધારો,રાંધણ ગેસનાં ભાવમાં વધારો થવાથી સરકારને ઘણીખરી નાણાકિય સહાય મળવાપાત્ર રહેશે. વિશેષજ્ઞોનું માનવું છેકે, સરકાર દ્વારા દેશ માટે જે ૨૦ લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે એમાં પણ જયારે ગુજરાત રાજય દ્વારા ૧૪ હજાર કરોડ રૂપિયાનું પેકેજ લોકોનાં હિત માટે વાપરવાનો નિર્ણય કર્યો છે જેનાથી જે ખાદ્ય ઉદભવિત થશે તેને પહોંચી વળવા માટે સરકારને ભાવ વધારાથી જે આવક થશે તે આ તમામ ખાધને બુરવા માટે મદદ અને કારગત નિવડશે.

દોસ્તોને દેખાડી દેવા ખાતર આર્યન સાથે સેલ્ફી લીધી હતીઃ કિરણ ગોસાવીનો એનસીબી સમક્ષ ખુલાસો
ટ્રેક્ટર પરેડ પહેલા સિંધુ અને ટિંકરી બોર્ડર પર ખેડૂતોએ તોડ્યા બેરિકેડ્સ
વાણિજ્યિક ધિરાણમાં ડિફોલ્ટનો MSMEમાં સૌથી નીચો દર
ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીએ વિવિધ સમિતિઓના નોડલ ઓફિસરની નિયુક્તિ કરી
રુપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, ડોલર સામે 82.68 સુધી ગગડ્યો
Share This Article
Facebook Email Print
Previous Article ગલવાનને લઇ શિવસેનાએ PM મોદી પર તાકયું નિશાન, કેમ બિહાર રેજીમેન્ટના.
Next Article હવે ચીનને કેન્યાની કોર્ટનો ઝટકો: 3.2 બિલિયન ડોલરનો રેલ્વે પ્રોજેકટ રદ કર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up