નવી દિલ્હી : દેશના કરોડો જીએસટી કરદાતાઓને મોટી રાહત આપતા નાણા મંત્રાલયે ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષ (જીએસટી)ના વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાની મુદત વધારીને 31 માર્ચ 2021 કરી છે.અગાઉ તે 31 ડિસે. હતી.નાણાકીય વર્ષ 2019-20નું રીટર્ન હવે માર્ચ 2021 સુધીમાં ફાઈલ કરી શકાશે. ઉપરાંત 2018-19નું રીટર્ન પણ મહત્વની તારીખ ડિસે 31 હોવાથી સરકારે હવે 2019-20ના રીટર્ન ફાઈલની મુદત વધારી છે.જીએસટીના કરદાતાઓએ જીએસટીઆર-9 અને 9-સી ભરવાના હોય છે.જીએસટીઆર-9 એ દરેક જીએસટી કરદાતાએ ભરવાનું હોય છે પછી તેનું ટર્નઓવર જે પણ હોય તેનાથી કોઈ ફર્ક પડતો નથી.તો જીએસટીઆર-9-સી એ જેઓને ઓડીટેડ હિસાબ રજુ કરવાના હોય છે.તેઓએ ફાઈલ કરવાનું હોય છે.હાલ કોરોનાની સ્થિતિ યથાવત છે અને તેથી સરકારે આ મુદત વધારી છે.
એક તરફ દેશભરમા કરોડો વેપારીઓને જીએસટીની નવી સિસ્ટમમાં બદલાવ થયો હોવાના મેસેજ જીએસટીએન દ્વારા વહેતા થયા હતા તો સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા કે નવી સિસ્ટમ મુજબ કઈ રીતે રિટર્ન ફાઇલ કરવું અને મિસમેચ આવે તો કઈ રીતે કામગીરી કરવી.જયારે કેન્દ્ર સરકારે જીએસટી કરદાતાઓને મોટી રાહત આપતા નાણા મંત્રાલયે ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષ (જીએસટી)ના વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાની મુદત વધારીને 31 માર્ચ 2021 કરી છે જેથી વેપારીઓ એ રાહતનો શ્વાસ ભર્યો છે.અગાઉ તે 31 ડિસે. હતી.નાણાકીય વર્ષ 2019-20નું રીટર્ન હવે માર્ચ 2021 સુધીમાં ફાઈલ કરી શકાશે.
કોરોના કાળમાં વિપરીત પરિસ્થિતિનો માર્ગે વધી રહેલા વેપારીઓને રીટર્ન ની તારીખ નજીક આવી ગયા હોવાનું ટેન્શન હતું.તેમજ 2018-19નું રીટર્ન પણ મહત્વની તારીખ ડિસે 31 હોવાથી સરકારે હવે 2019-20ના રીટર્ન ફાઈલની મુદત વધારી આપી છે.
જીએસટીના કરદાતાઓએ જીએસટીઆર-9 અને 9-સી ભરવાના હોય છે.જીએસટીઆર-9 એ દરેક જીએસટી કરદાતાએ ભરવાનું હોય છે પછી તેનું ટર્નઓવર જે પણ હોય તેનાથી કોઈ ફર્ક પડતો નથી.તો જીએસટીઆર-9-સી એ જેઓને ઓડીટેડ હિસાબ રજુ કરવાના હોય છે.તેઓએ ફાઈલ કરવાનું હોય છે.હાલ કોરોનાની સ્થિતિ યથાવત છે અને તેથી સરકારે આ મુદત વધારી આપી છે.

