By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નાણામંત્રી કનુભાઈ દેસાઈને કરાયા રિપિટ, ભૂપેન્દ્ર પટેલ સરકારમાં લીધા કેબિનેટ મંત્રીના શપથ : મળી શકે નંબર 2નું સ્થાન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > નાણામંત્રી કનુભાઈ દેસાઈને કરાયા રિપિટ, ભૂપેન્દ્ર પટેલ સરકારમાં લીધા કેબિનેટ મંત્રીના શપથ : મળી શકે નંબર 2નું સ્થાન
GeneralGujarat NowPolitics

નાણામંત્રી કનુભાઈ દેસાઈને કરાયા રિપિટ, ભૂપેન્દ્ર પટેલ સરકારમાં લીધા કેબિનેટ મંત્રીના શપથ : મળી શકે નંબર 2નું સ્થાન

HM News
Last updated: 12/12/2022 10:51 AM
HM News
3 years ago
Share
SHARE

ગુજરાત વિધાનસભાના 18મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા છે.તેમના નવા મંત્રી મંડળમાં તેમના સહિત 17 મંત્રીઓએ સંવિધાન અને ગુપ્તતાના શપથ લીધા હતા.વલસાડ જિલ્લાની પારડી વિધાનસભા સીટ પરથી સતત બે ટર્મથી ધારાસભ્ય તરીકે ચુંટાયેલા કનુભાઈ દેસાઈને નવા મંત્રીમંડળમાં રીપિટ કરવામાં આવ્યા છે.ભુપેન્દ્ર પટેલની સરકારમાં તેઓને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.અગાઉની સરકારમાં ઉર્જા અને નાણાં વિભાગની જવાબદારી સોપવામાં આવતા તેઓએ વર્ષ 2022-23નું ગુજરાતનુ બજેટ કનુભાઇ દેસાઇએ રજૂ કર્યુ હતુ.

કનુ દેસાઇને નવી કેબિનેટમાં પણ સ્થાન મળ્યું

પારડી વિધાનસભા બેઠક પરથી વિજેતા થયેલા કનુ દેસાઇને નવી કેબિનેટમાં પણ સ્થાન મળ્યું છે.આજે સાંજે મળનારી કેબિનેટની પહેલી બેઠકમાં મંત્રીઓને તેમની જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે.માહિતગાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કનુભાઈ દેસાઈને ફરીથી નાણાં મંત્રાલયનો હવાલો મળી શકે છે.કનુભાઇ દેસાઇનો જન્મ 3 ફેબ્રુઆરી 1951 માં વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ગામમાં થયો હતો. તેમણે બી.કોમ અને એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે.

ગુજરાતના વિકાસને નવી ગતિ પ્રદાન કરનાર ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી @Bhupendrapbjp જી ને ફરી એકવાર ગુજરાતના મુખ્યમંત્રી બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. pic.twitter.com/sLrmoD3PXZ

— Kanu Desai (@KanuDesai180) December 12, 2022

જનસંઘ સમયથી છે ભાજપ માટે સક્રિય નેતા

કનુભાઇ દેસાઇ આ વર્ષે પારડી વિધાનસભા સીટ પરથી વિજેતા બનીને મંત્રીપદ સુધી પહોંચ્યા છે.તેઓ 1973થી જનસંધ સમયથી ભાજપ માટે સમર્પિત રહ્યા છે.ઇમરજન્સી સમયે ભાજપના સક્રિય કાર્યકર્તા તરીકે કામગીરી નિભાવી હતી. 2005 થી 2009 ભાજપના વાપી નોટીફાઇડ મંડળ સંગઠનમાં કોશાધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી હતી. 2012 થી 2017માં પારડી વિધાનસભાના ધારાસભ્ય બન્યા હતા. 37600 લીડ સાથે તેઓ વિજેતા બન્યા હતા. 2017 થી 2022 માં પારડી વિધાનસભા સીટ પરથી વિજેતા બન્યા હતા. 2013 થી 2021 વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સતત બે ટર્મ સુધી જવાબદારી નિભાવી હતી.

ચીનના કોમ્યુનિસ્ટ નેતાઓ અને કોમિયુનિસિઝ્મ વિરુદ્ધ અભયાન ચલાવતું ‘APPLE DAILY ‘ અખબાર બંધ !! પત્રકારોની ધરપકડ કરી જેલમાં નાખ્યા
Russia Ukraine war : હાર માનવા તરફ જઇ રહ્યુ છે યુક્રેન, સૈનિકો હથિયાર મૂકીને ભાગી રહ્યા છે : ખારકિવમાં રુસી સેનાએ કબ્જો કર્યો
દેશના ૭૨ ટકા નાના ઉદ્યોગો છટણી કરવાની તૈયારીમાં
રાજકોટમાં ભાજપ અગ્રણીને ધમકી આપનારને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે બેસતો હાર્દિક ખિસકોલી તરીકે ઓળખાશે
Share This Article
Facebook Email Print
Previous Article વલસાડ જિલ્લાના ચાર ધારાસભ્યો માં અંબાના દર્શનાર્થે પહોંચ્યા, માતાના ચરણોમાં શીશ નમાવીને લીધા આશિષ
Next Article ગુજરાતના મોટા ભાઈ તો પાટીલ ભાઉ જ, મંત્રીમંડળની પસંદગીમાં અમિતભાઈ શાહનો કેમ્પ પણ કપાયો : વાંચો ક્યાં થયો ખેલ !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up