By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નાનપુરા જમરૂખગલીના બંગલામાં ગુપ્ત રૂમમાં સંતાયેલા કુખ્યાત સજ્જુ કોઠારીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > નાનપુરા જમરૂખગલીના બંગલામાં ગુપ્ત રૂમમાં સંતાયેલા કુખ્યાત સજ્જુ કોઠારીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
GeneralSurat

નાનપુરા જમરૂખગલીના બંગલામાં ગુપ્ત રૂમમાં સંતાયેલા કુખ્યાત સજ્જુ કોઠારીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

HM News
Last updated: 26/03/2022 8:37 AM
HM News
3 years ago
Share
SHARE

– સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત સજજુ કોઠારીને ઝડપી પાડ્યો છે.સજ્જુ કોઠારી પર સુરત શહેરમાં હત્યા,હત્યાની કોશિશ તથા બિલ્ડરો પાસેથી ખંડણી ઉઘરાવવા,સરકારી જમીનો પર કબજો કરવા અને પોલીસ પર હુમલો તથા ગુજસીટોકના ગુના નોંધાયેલા છે.સજ્જુ કોઠારી તેના નાનપુરા જમરૂખ ગલીના બંગલામાં બનાવેલ ગુપ્ત રૂમમાંથી ઝડપાયો હતો.સજ્જુની સાથે તેનો સાગરિત સમીર શેખ પણ બાજુની બિલ્ડીંગમાંથી પકડાયો છે.

સુરત : કુખ્યાત સજજુ કોઠારીને સુરત ક્રાઈમ બ્રાન્ચે સ્પેશિયલ ઓપરેશન હાથ ધરીને ઝડપી પાડ્યો છે.સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કુખ્યાત સાજીદ ગુલામ મોહમ્મદ કોઠારી ઉર્ફે સજજુ કોઠારી તેના નાનપુરા જમરૂખગલી ખાતે આવેલા નિવાસસ્થાનની અંદર જ બનાવવામાં આવેલા ગુપ્ત રૂમમાં છે.જેથી ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન હાથ ધરી સજજુ કોઠારીને તેના ગુપ્ત રૂમમાંથી ઝડપી પાડયો હતો.

કુખ્યાત સજ્જુ કોઠારી GUJCTOC અને જમીન હડપ કરવાના અધિનિયમના આરોપી તરીકે 22 જાન્યુઆરીના રોજ નાગપુરથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડાયો હતો અને તેને શહેરમાં લાવવામાં આવ્યો હતો,કમનસીબે તે 28 જાન્યુઆરીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો હતો અને ત્યારથી પોલીસની ટીમો તેને ફરીથી પકડવા માટે કામ કરી રહી હતી.દરમિયાન શુક્રવારે મોડી સાંજે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે ઘરમાં રેડ કરી હતી અને લાકડાની બનેલી દિવાલ તોડીને સજ્જુ કોઠારીને ઝડપી લીધો હતો.

પોલીસે પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સજ્જુ કોઠારી તેના ઘરે જ છુપાયો હોવાની બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચે શુક્રવારે ટીમ તૈયારી કરી દીધી હતી. ACP આર.આર. સરવૈયા સહિત 3 PI, 7 PSI અને 40 પોલીસ જવાનો કુખ્યાત સજ્જુના નાનપુરાના જમરુખગલીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.બહારથી જોયું તો ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળની બિલ્ડીંગનો મુખ્ય દરવાજો બંધ હતો.આ દરવાજા પર કાંટા રૂપી લોખંડના ખિલ્લા જોવા મળ્યા હતા.પરંતુ પોલીસે સીડી મંગાવી હતી અને સીડી પર ચઢી લોખંડનો મુખ્ય દરવાજો ઓળંગી પહેલા માળે પહોંચ્યા હતા.

પોલીસે જોયું તો ત્યાં પણ દરવાજાને તાળું મારેલું હતું છતાં પોલીસે દરવાજો ખખડાવ્યો હતો,પરંતુ ના ખુલતા બારીનો કાચ તોડી નાખ્યો હતો અને અંદરથી દરવાજો ખૂલ્યો.ત્યારબાદ એસીપી સહિત 20થી વધુ પોલીસ જવાનોએ 5 માળની બિલ્ડિંગ 10થી વધુ વખત ફેંદી વળ્યા.કોઈ પણ ખુણે સજ્જુ કોઠારી મળ્યો નહીં.પરંતુ બાતમી હોવાને કારણે પોલીસે ઘરની અંદર શોધખોળ ચાલુ રાખી હતી.

પોલીસે તપાસ કરતા ફર્નિચરની અંદર દિવાલ જણાઈ.આથી પોલીસને શંકા ગઈ કે અંદર જ સજ્જુ કોઠારી હોવો જોઈએ. બહારથી પોલીસે બુમો પાડી દરવાજો ખોલવા કહ્યું,પણ દરવાજો ખોલ્યો નહીં.અંતે પોલીસે દરવાજો તોડી નાખ્યો.અંદર જોતા જ સજ્જુ કોઠારી બેઠો હતો. અને ત્યાંથી પોલીસે ઝડપી લીધો હતો.સજ્જુની સાથે તેનો સાગરિત સમીર શેખ પણ બાજુની બિલ્ડીંગમાંથી પકડાયો હતો.

ઉલ્લેખનીય છે કે, સજ્જુ કોઠારી પર સુરત શહેરમાં હત્યા,હત્યાની કોશિશ તથા બિલ્ડરો પાસેથી ખંડણી ઉઘરાવવા,સરકારી જમીનો પર કબજો કરવા અને પોલીસ પર હુમલો તથા ગુજસીટોકના ગુના નોંધાયેલા છે.

સૌરાષ્ટ્રના આ મોટા જિલ્લામાં સમયસર ઓક્સિજન નહી મળે તો લાશોના ઢગલા થશે ? જાણો કોણે આપ્યું મોટું નિવેદન
સરદાર વલ્લભભાઇ પટેલે પણ રજવાડાઓનો વિલ કરીને ભારતને રાષ્‍ટ્ર બનાવ્‍યુ હતુ : 1928માં બારડોલીમાં થયેલ સત્‍યાગ્રહની આગેવાની લીધી હતી
વઘઇ તાલુકાના ખોબ્રિઆંબા ગામ પાસે થી પસાર થતી પૂર્ણા નદીમાં ખાતળ ગામનો વૃદ્ધ ડૂબ્યો
દરેક લગ્નને હિંસક અને દરેક પુરુષને બળાત્કારી ન કહી શકાય : સ્મૃતિ
માસિક ધર્મની તપાસ કરવી કચ્છની સહજાનંદ કોલેજને બહુ ભારે પડી
Share This Article
Facebook Email Print
Previous Article કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાતમાં : અ’વાદ-ગાંધીનગરમાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું
Next Article ઊર્જા પ્રધાન કનુ દેસાઈની મોટી જાહેરાત, ખેડૂતોને મળશે 6 કલાકથી વધુ વીજળી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up