વલસાડ, 30 જૂન : નાનીદમણના ભેંસરોલ નજીક કોસ્ટલ રોડ સ્થિચ વાડીમાં રવિવારે મોડીરાત્રે દીપડોના હલનચલનના ચિહ્નો જોવા મળ્યા હતા. દમણના ઇતિહાસમાં પ્રથમ વખત દીપડો જોવા મળતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે.સ્થાનિક રહીશોએ ફોરેસ્ટ વિભાગમાં જાણ કરતા જ્યા દીપડાના વિચરણની સંભાવના જોવા મળી હતી ત્યાં તપાસ આદરીને તેમની હલન ચલનના નમુના લેવામાં આવ્યા હતા.ચર્ચા મુજબ કોઈએ આ દીપડાનો ફોટો પણ પાડ્યો હતો. દમણના ઇતિહાસમાં પ્રથમ વખત દીપડો દેખાતા લોકોમાં અનેક ચર્ચા ચાલી હતી.ખાસ કરીને પારડી અને દરિયા કાંઠા વિસ્તારના ગામોમાંથી દીપડો આ વિસ્તારમાં ખોરાકની શોધમાં પહોંચ્યો હોવાનું અનુમાન છે