By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નારણપુરા સ્પોર્ટસ સંકુલના ખાતમુહૂર્તમાં કોઇ કસર નહીં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > નારણપુરા સ્પોર્ટસ સંકુલના ખાતમુહૂર્તમાં કોઇ કસર નહીં
AhmedabadGeneral

નારણપુરા સ્પોર્ટસ સંકુલના ખાતમુહૂર્તમાં કોઇ કસર નહીં

HM News
Last updated: 26/05/2022 5:10 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : રમશે અમદાવાદ,જીતશે અમદાવાદનાં સૂત્રને સાર્થક કરવા માટે નારણપુરા વિસ્તારમાં કરોડો રૂપિયાનાં ખર્ચે નિર્માણ પામનારા આંતરરાષ્ટ્રીય સ્તરનાં સ્પોર્ટસ સંકુલનાં ખાતમુહૂર્તમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહેવાનાં છે ત્યારે આ કાર્યક્રમને ભવ્યાતિભવ સફળ બનાવવામાં કોઇ કચાશ ન રહી જાય તે માટે તમામ પ્રકારની તૈયારીઓ અને ખર્ચ કરવાની સઘળી સત્તા મ્યુનિ.કમિશનરને સુપરત કરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર,નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાછળની વિશાળ જમીનમાં આકાર પામનારા ઓલમ્પિક ગેમ્સ યોજી શકાય તેવા સ્પોર્ટસ સંકુલનું સ્વપ્ન કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા મતવિસ્તારનાં સાંસદ અમિતભાઇનું છે. તેમની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ સ્પોર્ટસ સંકુલ તૈયાર થવાનું છે.આ સ્પોર્ટસ સંકુલનુ ખાતમુહૂર્ત પણ અમિતભાઇનાં હસ્તે થવાનું છે તે પ્રસંગમાં કેન્દ્ર સરકારનાં મંત્રીઓ,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત રાજય સરકારનાં મંત્રીઓ,ભાજપનાં કેન્દ્રીય અને પ્રદેશ આગેવાનોની સાથે મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડવાનાં છે.

તેને ધ્યાને લઇ કોઇને હાલાકી ન વેઠવી પડે તે પ્રકારની તૈયારી કરવાની જવાબદારી મ્યુનિ.તંત્ર ઉપર આવી પડી છે.જેમાં સ્પોર્ટસ સંકુલ તરફનાં રસ્તા,દબાણ હટાવ,લાઇટ,પાણી,પાર્કિંગ,સુશોભિત સ્ટેજ, સાઉન્ડ સિસ્ટમ,એલઇડી ટીવી,બેનરો,સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત અનેક પ્રકારની તૈયારીઓ કરવા માટે વિવિધ ખાતાનાં અધિકારીઓને જવાબદારી સોંપાઇ ગઇ છે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે કંઇ તૈયારી કરવી પડે તેના માટે હવે ટેન્ડર બહાર પાડવાનો સમય ન હોઇ ક્વોટેશનથી કામો કરાવી લેવા સહિતની સત્તા કમિશનરને સોંપવાની દરખાસ્ત સ્ટે.કમિટીમાં રજૂ કરવામાં આવી છે.

ખાલિસ્તાની આતંક પર જોરદાર પ્રહારની તૈયારી, આ 5 આતંકીઓ પર જાહેર કરાયું ઈનામ
પલસાણા તાલુકામાં સરપંચો તથા વોર્ડના સભ્યોની બેઠકો જાહેર થતાં પલસાણામાં ફરી રાજકારણ ગરમાયું
કેરેટ્સ એક્સ્પોમાં પહેલા દિવસે વિદેશી ગ્રાહકોએ લૂઝ હીરાની ખરીદી કરી
મધ્યપ્રદેશ ચૂંટણી : ભાજપનો માસ્ટર પ્લાન, ગુજરાત સહિત આ રાજ્યોના ધારાસભ્યોને કરશે 230 બેઠકો પર તૈનાત
સુરત RTO ટેક્સના બાકી 6 કરોડ રૂપિયાની વસૂલાત કરશે, ઘરે ઘરે જઈને નોટિસ આપવાની શરૂઆત
Share This Article
Facebook Email Print
Previous Article ઈન્સુરન્સ કંપની Allianzને ઇતિહાસનો સૌથી મોટો 6 અબજ ડોલરનો દંડ
Next Article ઘરે મૂકવા જવાનું કહી પાડોશી અને તેના મિત્રે રેલવે ટ્રેક પર લઇ જઇ બળાત્કાર ગુજાર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up