મુંબઇ : નાલાસોપારામાં બેંક લૂંટવાનો પ્રયાસ કરનારી આંતરરાજ્ય ટોળકીને પોલીસે ઝડપી લીધી છે.હરિયાણાની ગેંગના સાત જણને પકડીને બે ચાકૂ,ગેસ કટર,સ્ક્રૂ ડ્રાઇવર,મરચાનો પાવડર અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.નાલાસોપોરા સ્થિત પ્રગતિ નગર ખાતે પોલીસે માહિતીના આધારે છટકું ગોઠવીને જાહિદ ખાન ઉર્ફે જસ્સી (ઉં.વ.૨૩),વારીસ ખાન (ઉં.વ.૨૩),આસીફ ખાન (ઉં.વ.૨૫),રઘુનંદન દ્વિવેદી ઉર્ફે પંડિત(ઉં.વ.૨૪),નિઝામ સૈયાદ (ઉં.વ.૩૫),રાજુ ઉર્ફે સમરજીત યાદવ (ઉં.વ.૨૦) સહિત સાત આરોપીની ધરપકડ કરી હતી. તેમની સામે તુળીંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ મીરાભાઇંદર,વસઇ,વિરાર,થાણે,નવી મુંબઇમાં આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા હતા.વિરાર,કોલસેવાડી,ખારઘર પોલીસ સ્ટેશનમાં તેમની સામે કેસ નોંધાયેલા હતા.


