– 18 વર્ષના ભત્રીજાએ ઓનલાઈન ડેટા ન મળે તેથી ડિલીટ કર્યો 32 વર્ષની કાકી સાથે ભત્રીજો ઇન્સ્ટ્રાગ્રામ પર વાતચીત કરતો હતો
અમદાવાદ : અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી મહિલા તેના સગાં ભત્રીજાને લઈને ભાગી જતાં બંનેના પરિવારજનોમાં દોડધામ મચી ગઈ છે.દરમિયાન બંનેના મોબાઈલ ટ્રેસ કરવામાં આવતા લૉકેશન મુંબઈનું મળતા પરિવારજનો મુંબઈ તેમને ઝડપી લેવા પહોંચી ગયા છે.જોકે ભાગી ગયા પછી પૈસા ખૂટી જતાં વેચી દેવામાં આવેલા મોબાઈલ પરિવાર જનોને હાથ લાગ્યો હતો.હાલમાં બંનેના પરિવારજનો તેમને શોધવા આકાશપાતાળ એક કરી રહ્યા છે.
અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી બત્રીસ વર્ષની કાકી દસમી નવેમ્બરે વહેલી સવારે ચાર વાગ્યે ઘરમાંથી ગુમ થઈ જતાં પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી.બીજી તરફ આ શોધખોળ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું કે કાકીનો સગોભત્રીજો પણ બાપુનગરના તેના વિસ્તારમાં આવેલા તેના ઘરેથી ગુમ થઈ ગયો હોવાની વાત બહાર આવી હતી.
ભત્રીજો તેની થલતેજમાં આવેલી દુકાનેથી સીધો બાપુનગરના ઘરે પહોંચ્યો હતો. ત્યાંથી કાકીનો સંપર્ક કરીને ભાગવાનો પ્લાન બનાવ્યો હતો.પરિણામે બંને સાથે જ ભાગી ગયા હોવાનું જણાયું હતું. આ અંગે પોલીસે કરેલી તપાસમાં જાણવા મળ્યું હતું ક ેકાકી સાબરમતી વિસ્તારમાં ભાડાંના એક રૂમમાં બાર કલાક રોકાઈ હતી.
દરમિયાન કાકીને ભત્રીજો મળતાં બંને તે જ રાત્રે મુંબઈ ભાગી ગયા હતા.આ અંગે કાકી અને ભત્રીજાના પરિવારજનોએ તેમના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં તેમની ગુમ થયાની ફરિયાદો નોંધાવી છે.પોલીસે કરેલી ખાનગી તપાસમાં બંને જણા દક્ષિણ મુંબઈના ક્રોફર્ડ માર્કેટ વિસ્તારમાં આવેલા જાણીતા માર્કેટમાં 18000 ની કિંમતનો મોબાઈલ રૂા.6000માં વેચી દીધો હોવાનું ધ્યાનમાં આવ્યું છે. તેને પગલે પરિવારના સભ્યો મુંબઈ પહોંચી આ માર્કેટમાંથી પૈસા આપીને મોબાઈલ પરત લીધો હતો.
જોકે બંને જણા ક્યાં છે તેનો પત્તો હજી સુધી મળી શક્યો નથી. જોકે પોલીસને કાકી-ભત્રીજો નવી મુંબઈના કોઈ વિસ્તારમાં હોવાની માહિતી મળી રહી છે.થોડા વરસ પહેલા જ આ બાબતે કાકી અને ભત્રીજા વચ્ચેના ઇલુ ઇલુની વાત પરિવારના સભ્યોના ધ્યાનમાં આવી ગઈ હતી.તેથી તેમણે બંનેને ઠપકો આપીને મામલો શાંત પાડી દીધો હતો.
કાકી-ભત્રીજાએ ઇન્સ્ટાગ્રામ પર અલગ નામથી એકાઉન્ટ બનાવ્યા
અમદાવાદથી નાસી ગયેલા કાકી અને ભત્રીજો ચેટિંગમાં પકડાઈ ન જાય તે માટે વોટ્સ અપને બદલે ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરવાનું પસંદ કરતા હતા.ઇન્સ્ટાગ્રામ પર બંનેએ નકલી નામથી એકાઉન્ટ પણ ઓપન કર્યા હતા.તેના મારફતે જ તેઓ મીઠી મીઠી વાતો કરતાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
નવાઈ પમાડે ેતવી બાબત તો એ છે કે ઉચ્ચ અભ્યાસ કરતાં ભત્રીજાએ ઇન્સ્ટાગ્રામથી પોલીસ પોતાને પકડી ન શકે તે માટે શું કરવું, તેમ જ ભારતના કયા વિસ્તારમાં સસ્તું મકાન મળી શકશે, રોજગારીનો પ્રશ્ન કેવી રીતે હલ કરવો તથા અન્ય રાજ્યમાં જવા માટે અમદાવાદના કયા વિસ્તારમાંથી બસ મળી શકશે તેની અગાઉથી પૂરી તપાસ કરી રાખી હતી.આમ ઘણો હોંશિયાર જણાતા યુવકે બંને વચ્ચે લખાયેલા કેટલોક ઓનલાઈન ડેટા ડીલીટ કરી નાખ્યો હતો.તેમ છતાં પોલીસને કેટલોક ડેટા હાથ લાગી ગયા છે. તેના પરથી તેમની વચ્ચે સુંવાળા સંબંધ હોવાનું ફલિત થઈ રહ્યું છે.