એન્ટિ કરપ્શન ડેના અવસર પર જયપુર ACBની ટીમે સવાઈ માધોપુરમાં મોટી કાર્યવાહી કરતા સવાઈ માધોપુર ACBના જ DSP ભેરૂલાલ મીણાને 80 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે પકડી લીધા છે.DG બીએલ સોની અને ADG દિનેશ એમ.એમ.ના નિર્દેશ પર જયપુર ACBની ટીમે ASP પુષ્પેન્દ્રના નેતૃત્વમાં કાર્યવાહી કરી હતી. ACBને મળેલી જાણકારી અનુસાર,સવાઈ માધોપુર ACBના DSP ભેરૂલાલ મીણા દ્વારા સવાઈ માધોપુર DTO મહેશ ચંદ્ર પાસે મંથલી 80 હજાર રૂપિયા લાંચ લેવામાં આવતી હતી.
DTOની ફરિયાદ પર જયપુર ACBની ટીમે કાર્યવાહી કરતા DSP ભેરૂલાલ મીણાના બંગલા પર રેડ પાડવામાં આવી હતી.આ રેડના એક કલાક પહેલા જ રાજસ્થાન ACB કાર્યાલયમાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ DSP ભેરુલાલ મીણા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત હતા.તેમણે ભાષણ આપ્યું કે,આપણે પૂરી ઈમાનદારી સાથે ભારતને ભ્રષ્ટાચાર મુક્ત કરવાનું છે.કેન્દ્ર અને રાજ્ય સરકારનો કોઈ પણ કર્મચારી લાંચ માંગે તો ટોલ ફ્રી 1064 કે હેલ્પલાઈન પર કોઈ પણ સમયે કોલ કે વોટ્સએપ કરી શકો છો અને લાંચ બંધ કરવામાં સહયોગ કરી શકો છો.
બુધવારે DSP પોતાના સરકારી બંગલા પર જ 80 હજાર રૂપિયા મંથલી લઈ રહ્યા હતા,ત્યારે જ જયપુર ACBની ટીમે તેને રંગે હાથ દબોચ્યા હતા.લાંચની આ રમતમાં શિકારી પોતે જ શિકાર થઈ ગયો.રોચક વાત એ છે કે તેમના ભાષણના એક કલાક બાદ જ DSP મીણા 80 હજાર રૂપિયાની લાંચ લેતા પકડાઈ ગયા હતા. તેમને લાંચ આપનારા જિલ્લા પરિવહન અધિકારી (DTO)ની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.એવું પહેલીવાર થયું કે જ્યારે કોઈ ACBમા કાર્યરત RPS સ્તરના ઓફિસરને પોતે જ ACBએ ટ્રેપ કર્યા કોય.
ACBના DG, બીએલ જોશીએ જણાવ્યું હતું કે આકાશવાણી કોલોનીમાં રહેતા DSP ભેરુલાલ મીણા,સવાઈ મધોપુરમાં SP ચોકીના પ્રભારી છે. તેમની વિરુદ્ધ ઘણા દિવસથી લાંચની ફરિયાદ મળી રહી હતી.એટલે ટીમ સતત મીણા પર નજર રાખી રહી હતી.બુધવારે જયપુરથી ACBની ટીમ પહોંચી ત્યારે કરોલાના દલપુરમાં રહેતા DTO મહેશ ચંદ્ર મીણા તેમને માસિક વસૂલી માટે 80 હજાર રૂપિયા આપી રહ્યા હતા. DSP મીણાના ઘરે રેડ પાડતા ટીમને જમીનના કાગળ અને 1.61 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.હવે ACBની ટીમ તેમના અન્ય સ્થળોની તપાસ કરી રહી છે.

