અમદાવાદ : શુક્રવાર : નિકોલમાં રહેતા યુવકે પશુપાલન વ્યવસાય માટે પાંચ વર્ષે અગાઉ રૃા.૫.૫૫ લાખ લીધા હતા.આ રૃપિયાની વસૂલાત માટે કારમાં આવેલા પાંચ શખ્સોએ યુવકના બાઇકને ટક્કર મારી નીચે પાડી દીધો હતો બાદમાં માથામાં તલવાર મારી પાઇપ,લાકડીથી હુમલો કરીને ઢોર માર મારીને આરોપીઓ નાસી ગયા હતા.ગંભીર રીતે ઘાયલ યુવક હાલમાં સારવાર હેઠળ છું આ બનાવ અંગે નિકોલ પોલીસે ખૂનની કોશિષનો ગુનો નાંેેધી વધુ તપાસ હાથ ધરી છે.વ્યાજખોરોએ બાઇકને ટકકર મારી યુવકને ઢોર માર મારતા ગંભીર રીતે ઘાયલ યુવક સારવાર હેઠળ
આ કેસની વિગત એવી છે કે નિકોલમાં મનમોહન પોલીસ ચોકી સામે બળીદવના ટેકરા ખાતે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા રાજુભાઇ હવાભાઇ રબારી(ઉ.વ.૩૦)એ નિકોલ પોલીસ સ્ટેશનમાં નિકોલમાં ઉત્તમનગર પાસે સ્વામિનાયરણ સોસાયટીમાં રહેતા અમીતભાઇ ઘેમાભાઇ રબારી અને ફરિયાદીની પડોશમાં રહેતા જીવાભાઇ નાગજીભાઇ રબારી તેમજ વિરાટનગર રોડ ઉપર વિષ્ણુ કોલાનીમાં રહેતા સંજયભાઇ અમરતભાઇ રબારી સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી છે કે પાંચ વર્ષ પહેલા પશુઓની ખરીદી કરવા માટે સંજયભાઇ રબારી પાસેથી ૧૦ ટકા વ્યાજે રૃા.૫.૫૫ લાખ લીધા હતા.
દર મહિને દસ ટકા લેખે રૃા.૫૫,૦૦૦ ચૂકવ્યા હતા,દોઢ વર્ષ પહેલા મૂડીની ઉઘરાણી કરી હતી.તેની સામે ઓઠ પશુઓ આપ્યા હતા છતાં વ્યાજની માંગણી કરતા હતા,જે બદલ નિકોલ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.જેથી છ મહિના સુધી વ્યાજની ઉઘરાણી કરી ન હતી.પરંતુ બે મહિનાથી સતત વ્યાજની ઉઘરાણી કરતા હતા.પરિસ્થિતિ ન હોવાથી રૃપિયા આપી શકુ તેમ નથી તેમ કહેતા તેઓ ઉપાડી જઇને મારી નાંખવાની ધમકી આપતા હતા.
ગઇકાલે સવારે ઢોર પકડવાની ગાડી આવતાં ફરિયાદી નિકોલ બાપા શ્રી પામ પાસે હાજર હતા આ સમયે પાંચયે શખ્સોએ કારમાં આવીને ફરિયાદીના બાઇકને ટક્કર મારીને નીચે પાડી દીધા હતા બાદમાં અમીત રબારીએ માથામાં તલવાર મારી હતી.બીજા લોકો લાકડી,પાઇપથી યુવક પર હુમલો કરીને ઢોર મારીને આરોપીઓ નાસી ગયા હતા.ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે ખાનગી હસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.