-તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલાક સમાચારોના સ્ક્રીનશોટ શેર કર્યા છે, જેમાં તેને ‘નિક જોનસની પત્ની’તરીકે સંબોધવામાં આવી હતી
એજન્સી, મુંબઇ : વિદેશી મીડિયાના કેટલાક અહેવાલોમાં પ્રિયંકા ચોપરાને ‘નિક જોનસની પત્ની’ કહેવાથી ગુસ્સે ભરાઇ છે.તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલાક સમાચારોના સ્ક્રીનશોટ શેર કર્યા છે,જેમાં તેને ‘નિક જોનસની પત્ની’ તરીકે સંબોધવામાં આવી હતી.આ સમાચારોના સ્ક્રીનશૉટ્સ શેર કરતાં પ્રિયંકાએ પૂછ્યું કે શું તેણે તેના બાયોમાં તેની IDMB લિંક ઉમેરવી જોઈએ.તેમણે એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો કે હજુ પણ મહિલાઓ સાથે આવો વ્યવહાર કેવી રીતે થઈ શકે?
પ્રિયંકાએ લખ્યું,તે ખૂબ જ રસપ્રદ છે કે હું અત્યાર સુધીની સૌથી આઇકોનિક ફિલ્મ ફ્રેન્ચાઇઝીમાંથી એકનું પ્રમોશન કરી રહી છું અને મને હજુ પણ નિક જોનસની પત્ની કહેવામાં આવે છે.આજે પ્રિયંકાએ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક અલગ અને ખાસ ઓળખ બનાવી છે,તેમ છતાં પ્રિયંકાએ આવા સંબોધનથી નારાજગી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે,તાજેતરમાં જ પ્રિયંકા ચોપરાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેના નામમાંથી જોનસ સરનેમ હટાવી દીધી હતી,જોકે તેણે સ્પષ્ટતા કરી હતી કે તે અને પતિ નિક વચ્ચે બધુ સારું ચાલી રહ્યું છે અને બન્ને સાથે બહુ ખુશ છે.
આ પહેલા પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી ફિલ્મ મેટ્રિક્સ સાથે જોડાયેલી માહિતી શેર કરી હતી.આ પોસ્ટમાં પ્રિયંકાએ કેટલીક તસવીરો પણ શેર કરી છે.પ્રિયંકાએ બ્લેક કલરનો પારદર્શક ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.