ન્યુ દિલ્હી,તા.૨૫
નિર્ભયાના દોષિતોને અલગ-અલગ ફાંસી આપવામાં આવશે કે પછી એક સાથે કેન્દ્રની આ અરજી પર સુપ્રીમ કોર્ટે ૫ માર્ચ સુધી સુનાવણી અટકાવી દીધી છે. આ સુનાવણી ટળતા ૩ માર્ચની દોષિતોની ફાંસીને લઈને ફરી પ્રશ્ન ઊભો થયો છે.
ત્રણેય દોષિતોના તમામ કાનૂની વિકલ્પો પૂરા થઈ ચૂક્યા છે અને ચોથો દોષી પવન તેના વિકલ્પનો ઉપયોગ કરવા તૈયાર દેખાતો નથી. તો આ સ્થિતિમાં ૩ માર્ચે ગુનેગારોને ફાંસી આપવી તે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે જસ્ટિસ આર ભાનુમતી, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એ.એસ. બોપન્નાની બેન્ચે સવારે ૧૦.૩૦ વાગ્યે આ મામલાની સુનાવણી કરી હતી. ન્યાયાધીશ ભાનુમતી રજા પર હોવાના કારણે ગયા અઠવાડિયે આ કેસની સુનાવણી થઈ શકી નથી. જોકે આ કેસમાં કોર્ટે ચારેય દોષિતોને નોટિસ ફટકારી છે.
નિર્ભયા કેસ : દોષિતોને અલગ-અલગ ફાંસીની માગની અરજી સુપ્રીમે ૫ માર્ચ સુધી ટાળી
Leave a Comment