ન્યુ દિલ્હી,તા.૨૨
નિર્ભયાના દોષિત વિનય શર્માની અરજી પટિયાલા હાઉસ કોર્ટે ફગાવી દીધી છે . કોર્ટે કહ્યું કે, તિહાડ જેલની રિપોર્ટ પ્રમાણે દોષિત વિનય શર્માની માનસિક સ્થિતિ યોગ્ય છે. તેને માનસિક સ્થિતિને લઈને સારવારની જરૂર નથી. પટિયાલા હાઉસ કોર્ટે તિહાડ જેલને નિર્ભયાના તમામ દોષિતોને મેડિકલ સુવિધા અપવા સુનિશ્ચિત કરવા કહ્યું છે.
અરજી પર સુનવણી દરમિયાન તિહાડ જેલ તંત્રને કહ્યું કે, દોષિત વિનય શર્માને જેલમાં પોતાનું માથું ફોડયું હતું. હાથમાં ઈજા પણ આવી છે. ડોક્ટરે રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યાં છે. જેલ તંત્રએ કહ્યું કે, દોષિત વિનયનું સ્વાસ્થ્ય સંપૂર્ણપણે ઠીક છે. તેની સારવાર કોર્ટ પ્રમાણે જ થઈ છે. વિનયને કોઈ માનસિક બિમારી નથી. જેલના ડૉક્ટરે તે કન્ફર્મ કર્યું છે.
નિર્ભયા કેસ : દોષિત વિનય શર્માની અરજી પટિયાલા હાઉસ કોર્ટે ફગાવી
Leave a Comment