વલસાડ, 03 જૂન : અરબ સાગરમાં પેદા થઈ રહેલાં સાયક્લોનિક સર્ક્યુલેશન નિસર્ગ બુધવારે સાંજે ગુજરાત તથા મહારાષ્ટ્રના દરિયાકિનારા સુધી પહોંચી શકે છે. મહારાષ્ટ્રના હરીહરેશ્વરથી લઇને દમણના દરિયા સુધી વાવાઝોડું ટકરાવાની શક્યતા વધુ હોવાથી દમણ પ્રશાસન દ્વારા સાવચેતીના અનેક પગલાં ભરવામાં આવ્યા છે. એનડીઆરએફની બે ટીમે કાંઠાની મુલાકાત લીધી હતી.
બુધવારે વાવાઝોડું દમણના દરિયા કાંઠે ટકરાવાની આશંકાને લઇ તંત્ર દ્વારા દમણના તમામ ઓદ્યોગિક એકમોને વીકલો ઓફ જાહેર કરીને બંધ રાખવાના આદેશ કરાયા છે.કન્સટ્રકશન સાઇટ કામગીરી બંધ રાખવા આદેશ કર્યા છે.નાની અને મોટી દમણમાં દરિયા કાંઠાના 500 મીટરના વિસ્તારને ખાલી કરાવીને તેમને ભીમપોરના કોળી સમાજ હોલ તથા મોટી દમણના રહીશોને આદિવાસી ભવનમાં આશ્રય આપવામાં આવ્યો છે.6 શાળાને સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી છે.વાવાઝોડુંનું જોખમ દક્ષિણ દમણમાં હોવાથી તંત્ર દ્વારા જાનમાલના રક્ષણ માટે તૈયારીઓ કરી છે.નાની અને મોટી દમણના દરિયા કાંઠાના 500 મીટર એરિયામાંથી 4 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.આ ઉપરાંત વધુ લોકોને ખસેડવાની નોબત આવે એ માટે નાની અને મોટી દમણમાં શાળા અને હોલ મળી કુલ 6 સંસ્થાને સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી છે.
સમગ્ર જિલ્લાને સાત ઝોનમા઼ વિભાજીત કરવામાં આવ્યો છે. વાવાઝોડુંથી બચાવ માટે સમગ્ર જિલ્લાને સાત ઝોનમાં વહેંચી દેવાયા છે.જેમાં પીએસઆઇ,વિદ્યુત વિભાગના ઇજનેર, સ્વાસ્થ કર્મીની ટીમ સહિત પાંચ કર્મચારીની ટીમ બનાવવામાં આવી છે. –> ડો. રાકેશ મિન્હાસ, કલેકટર – દમણ